દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ ધનલક્ષ્મી બેંક ઉપર જમાકર્તાઓની શિક્ષા અને જાગરૂકતા કોષ યોજના સંબંધિત નિયમોના ઉલ્લંઘન મુદ્દે રૂ. 27.5 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ગોરખપુર સ્થિત પૂર્વોતર અને મધ્ય પૂર્વીય રેલવે કર્મચારઓના બહુરાજ્યીય પ્રાથમિક સહકારી બેંક ઉપર કેટલાક નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. 20 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર ધનલક્ષ્મી બેંક પર બેંકિંગ વિનિયમન અધિનિયમ 1949ની કલમના ઉલ્લંઘન માટે દંડ ફટકારવામાં આવ્યો છે.
આરબીઆઈએ જણાવ્યું હતું કે, ગોરખપુર સ્થિત પૂર્વોત્તર અને મધ્યપૂર્વી રેલવે કર્મચારીઓના બહુરાજ્યીય પ્રાથમિક સહકારી બેંક ઉપર કેટલાક નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. 20 લાખનો દંડ કરવામાં આવ્યો છે. બેંકના 31મી માર્ચ 2019ના નાણાકીય સ્થિતિના આધાર ઉપર બેંકના નિરીક્ષણ રિપોર્ટમાં પર્યવેક્ષી કાર્યવાહી અનુસાર જાહેર કરાયેલા વિશિષ્ટ નિર્દેશોનું પાલન નહીં કરવા ઉપર ઉલ્લંઘન કર્યા અંગેનું માલુમ પડ્યું હતું.
રિપોર્ટ અનુસાર સહકારી બેંકોને કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. કેન્દ્રીય બેંકે કહ્યું કે, વ્યક્તિગત સુનાવણી દરમિયાન બેંકના જવાબ અને મૌખીર રજૂઆત ઉપર વિચાર કર્યા બાદ આરબીઆઈએ નિષ્કર્ષ ઉપર પહોંચી કે, તેણે નિર્દેશોનું પાલન નહીં કરવાનો કે ઉલ્લઘનનો આરોપની પુષ્ટી થઈ હતી એટલે દંડ કરવો જરૂરી છે. આ દંડ નિયામક અનુપાલનના કર્મચારીઓ ઉપર આધારિત છે અને સહકારી બેંક દ્વારા પોતાના ગ્રાહકો સાથે લેણ-દેણને અથવા કરારને લઈને કોઈ સવાલ ઉભો થતો નથી. આરબીઆઈની કાર્યવાહીને પગલે અન્ય સહકારી અને ખાનગી બેંકના આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે.