Site icon Revoi.in

RBI ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરશે

Social Share

નવી દિલ્હીઃ આવનારા સમયમાં કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવા માટે તમારે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. કારણ કે RBI ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરી શકે છે. આ અંગે ખુદ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. નવી નાણાકીય નીતિ દરમિયાન તેમણે આ અંગે જાહેરાત કરી હતી. મહત્ત્વનું છે કે, હાલમાં UPI દ્વારા ATMમાંથી રોકડ ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ છે. તમે કોઈપણ બેંકની મુલાકાત લઈને અને ATMમાં ​​કેશલેસ સુવિધાનો ઉપયોગ કરીને સરળતાથી રોકડ ઉપાડી શકો છો.

હાલમાં RBIએ ટૂંક સમયમાં કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. જો કે, આ સુવિધા ક્યારે શરૂ થશે? આ માટે કોઈ નિશ્ચિત તારીખ આપવામાં આવી નથી.

આરબીઆઈ ગવર્નરે આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે RBIએ ટૂંક સમયમાં રીટેલ ડાયરેક્ટ માટે એપ લૉન્ચ કરશે. આના દ્વારા રોકાણકારો આરબીઆઈ સાથે સીધા સરકારી સિક્યોરિટીઝમાં સરળતાથી રોકાણ કરી શકે છે. હાલમાં, તમે આરબીઆઈ પોર્ટલ દ્વારા સરકારી સિક્યોરિટીઝમાં સીધા રોકાણ કરવા માટે કેન્દ્રીય બેંકમાં ખાતું ખોલી શકો છો.

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ બેંક ખાતેદારોને પણ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.