દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા સતત ચોથી વખત રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે તેમાં કોઈ પણ પ્રકરાનો ફેરફાર કરવામાં આવ્યો નથી.આજરોજ શુક્રવારે સતત ચોથી વખત પોલિસી રેટ રેપોને 6.5 ટકા પર જાળવી રાખ્યો હતો.
જાણકારી પ્રમાણે આ રેપો રેટ યથાવત રખાતા ઘર, વાહન સહિત વિવિધ લોન પરના માસિક હમાં કોઈ ફેરફાર થશે નહીં. આ સાથે, સેન્ટ્રલ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે તેના આર્થિક વિકાસ દરના અંદાજને પણ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાનો અંદાજ પણ 5.4 ટકા જાળવવામાં આવ્યો છે. આ અઠવાડિયાના બુધવારથી આરબીઆઈની બેઠક શરુ થઈ હતી .બુધવારથી શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠકમાં નિર્ણય લેવાયો છે.
એમપીસીની બેઠકમાં લેવાયેલ નિર્ણય વિશે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “સંજોગોને ધ્યાનમાં લીધા પછી, એમપીસી ના તમામ છ સભ્યોએ સર્વસંમતિથી ઘટાડાનો નિર્ણય લીધો છે. રેપો એ વ્યાજ દર છે કે જેના પર વ્યાપારી બેંકો તેમની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે કેન્દ્રીય બેંક પાસેથી લોન લે છે. RBI તેનો ઉપયોગ ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરે છે.
આ સહીત એમપીસી એ ઉદાર વલણ પાછું ખેંચવાનું વલણ જાળવી રાખ્યું છે. વઘુમાં ગવર્નરે કહ્યું કે ભારત વિશ્વ માટે આર્થિક વૃદ્ધિનું એન્જિન છે પરંતુ તેમાં આત્મસંતોષની કોઈ અવકાશ નથી. MPC ફુગાવા અંગે જરૂરી પગલાં લેશે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ ઓગસ્ટ, જૂન અને એપ્રિલમાં અગાઉની નાણાકીય નીતિ સમીક્ષા બેઠકોમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. અગાઉ, રેપો રેટમાં 2.50 ટકાનો વધારો ગત વર્ષે મે મહિનાથી કુલ છ વખત કરવામાં આવ્યો હતો,