Site icon Revoi.in

આરબીઆઈની મહત્વની સૂચના- જો હવે એટીએમ પૈસાથી ખાલીખમ થઈ જશે તો બેંકો એ ભરવો પડશે  દંડ

Social Share

 

દિલ્હીઃ એટીએમ એ કેશ ઉપાડ કરવા માટેનું બેસ્ટ ઓપ્શન છે, જ્યારથી એટીએમની શોધ થઈ છે ત્યારથી બેંકોના ઘક્કા ઘટ્યા છે, પરંતુ આજે પણ ઘણી વખત પૈસા ઉપાડવા જતા હોઈએ છીએ ત્યારે એટીએમ ખાલીખમ જોવા મળે છે, જે તે બેંક દ્વારા પૈસા ન રાખવાની લાપરવાહી કરવામાં ાવે છે જેથી ગ્રાહકોને હાલાકી ભોગવવી પડે છે, ત્યારે હવે આ બબાતને લઈ વિતેલા દિવસને મંગળવારે ભઆરતીય રિઝર્વ બેંક દ્વારા તમામ બેંકોને ખાસ મહત્વની સૂચના આપી દેવામાં આવી છે.

આરબીઆઈએ આ મામલે ગ્રાહકોને મોટી રાહત આપતા તમામ બેંકોને જણાવ્યું હતું કે, જો તેમના એટીએમમાં હવે કેશ રુપિયા નહી હોય અને જ્યારે પણ ગ્રોહક કેશ લેવા આવે અને પૈસા નથી તો આવી સ્થિતિમાં બેંકો પાસેથી દંડ વસુલવામાં આવશે. ​​રિઝર્વ બેંકનો આ આદેશ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. ત્યાર બાદ પણ જો કોઈ એટીએમમાં ​​રોકડ ન મળે અને નિયત સમય મર્યાદામાં રોકડ જમા ન થાય, તો બેંક સામે કાર્યવાહી કરવામાં આવશે

એટીએમમાં પૈસા પુરા થઈ જતા ગ્રાહકોએ હાલાકી વેઠવી પડે છે ત્યાર હવે આરબીઆઈએ એવી બેંકો સામે દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે જેમના એટીએમ પૈસાથી ખાલી થી ગયા હશે, બેંકો દ્વારા પૈસા મૂકવામાં લાપરવાહી દાખવી હશે. રિઝર્વ બેંકે પોતાના નિર્દેશમાં દણાવ્યું હતું કે,જો સમયસર એટીએમમાં ​​પૈસા મૂકવામાં ન આવે અને ગ્રાહકો રોકડ ઉપાડવા અસમર્થ હોય તો બેંકો પર 10 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે.

આ સમગ્ર બાબતે આરબીઆઈ દ્વારા એક પરિપત્ર રજૂ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો એટીએમમાંથી રોકડ ખતમ થયાનાં 10 કલાકની અંદર બેંક દ્વારા રોકડ પૈસા એટીએમમાં જમા નહી કરાવવામાં આવે તો જે તે બેંકોને રુપિયા 10 હજારનો દંડ  આપવો પડશે.