Site icon Revoi.in

RBIનો રૂ. 1000ની નોટ ફરી ચલણમાં લાવવાનો કોઈ ઈદારો નથીઃ ગવર્નર શક્તિકાંત દાસ

Social Share

નવી દિલ્હીઃ આરબીઆઈએ તાજેતરમાં જ રૂ. 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. દરમિયાન તા. 31મી સપ્ટેમ્બર સુધી જે તે વ્યક્તિ રૂ. 2 હજારની નોટ બેંકમાં બદલાવી શકશે. બીજી તરફ આગામી દિવસોમાં ફરીથી રૂ. 1000ની નોટ ફરીથી ચલણમાં લાવવાનો આરબીઆઈનો કોઈ ઈદારો નહીં હોવાનું આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. તેમજ ભારતનું કરન્સી મેનેજમેન્ટ સિસ્ટમ ખુબ મજબુત હોવાનો પણ દાવો કર્યો છે.

મુંબઈમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસેએ જણાવ્યું હતું કે, રૂ. 2 હજારની નોટ પરત કરવાનો ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે જેથી લોકોએ આ સમયને ગંભીરતાથી લેવો જોઈએ. નોટ બદલવા માટે આટલો સમય પુરો છે. નોટ પરત કરવા માટે પ્રજાને સમસ્યા ના નડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

વર્ષ 2016માં નવેમ્બર મહિનામાં વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને એક હજારના દરની નોટ ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. જેથી જે તે સમયે જુનો નોટો જમા કરવા માટે બેંકો ઉપર લોકોએ લાંબી લાઈનો લગાવી હતી. બીજી તરફ દેશની જનતાને સમસ્યા ના નડે તે માટે રૂ. 2000, 500 અને 100ની નવી નોટો ચલણમાં મુકી હતી. જો કે, વર્ષ 2018-19થી આરબીઆઈએ રૂ. બે હજારની નોટનું પ્રિન્ટીંગ બંધ કર્યું હતું. તાજેતરમાં જ આરબીઆઈએ રૂ. 2 હજારની નોટ ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના આ નિર્ણયનો કેટલાક રાજકીય આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો.