- RDIF નુંસ્પુિતનિક વીના ડોઝને લઈને સત્તાવાર નિવેદન
- ડેલ્ટા વેરિએન્ટ સામે સ્પુતનિક-વી નો બૂસ્ટર ડોઝ કારગાર
- ટૂંક સમયમાં અન્ય રસી ઉત્પાદકોને આ ડોઝ રશિયા પ્રદાન કરશે
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન કોરોનાના ડેલ્ડા વેરિએન્ટે લોકોનુંં જીવન મુશક્લે કર્યું છે, ત્યારે હવે આ નવા પ્રકાર સામે સ્પુતનિક વી વેક્સિન ઉપલબ્ધ કરાવાશે, ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટથી લોકોની ચિંતા વધી ગઈ છે, પરંતુ સ્પુતનિક-વીની જાહેરાત થતા અનેક લોકોએ રાહતના શ્વાસ લીધા છે.
આ બાબતે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડએ વિતેલા દિવસને ગુરુવારે આ જાહેરાત કરી હતી કે, રશિયા ટૂંક સમયમાં અન્ય રસી ઉત્પાદકોને તેમના સ્પુતનિક-વી રસીના ‘બૂસ્ટર ડોઝ’ પ્રદાન કરશે. તે ભારતમાં મળી આવેલા સાર્સ-કોવ -2 નામના ઘાતક વાયરસ ડેલ્ટા સ્વરુપને અટકાવવા માટે બનાવવામાં આવ્યા છે. તે આ વાયરસ સામે લડવા કારગાર સાબિત થશે.
આ સમગ્ર મામલે સ્પુતનિક-વીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ડેલ્ટા સ્વરુપ સામે પ્રતિરક્ષા વિકસાવવામાં રશિયાની આ વેક્સિન અન્ય કોઈપણ વેક્સિન કરતા વધુ અસરકારક હોવાનું જણાયું છે.
રશિયાના ગામાલય સેન્ટર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલા અભ્યાસને નિષ્ણાતોને પુષ્ટિ માટે મોકલવામાં આવ્યો છે. અભ્યાસના પરિણામોથી પ્રોત્સાહિત, આરડીઆઈએફ ટૂંક સમયમાં અન્ય રસી ઉત્પાદકોને સ્પુટનિક-વીનો બીજો ડોઝ આપશે, જે ‘બૂસ્ટર ડોઝ’ તરીકે કામ કરશે.