Site icon Revoi.in

યુનેસ્કોમાં ફરીવાર ભારત કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે ચૂંટાયું,ચાર વર્ષ સુધી રહેશે જવાબદારી

Social Share

દિલ્હી :ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને જણાવ્યું કે,ભારત યુનેસ્કોમાં ફરીવાર ભારત કાર્યકારી બોર્ડનું સભ્ય તરીકે ચૂંટાયું છે. ભારતને વર્ષ 2021-25 માટે એકવાર ફરી યૂનેસ્કોના કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને કહ્યું કે સંસ્કૃતિ અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ભારતની ઉમેદવારીને સમર્થન આપવા બદલ દેશોનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કર્યું, ‘એ જણાવતા આનંદ થાય છે કે ભારતે યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અમારી ઉમેદવારીને સમર્થન આપનારા તમામ સભ્ય દેશોને હાર્દિક અભિનંદન અને આભાર.

જાણકારી અનુસાર આ બોર્ડમાં 58 દેશોનો સમાવેશ થાય છે. ગ્રુપ ફોર એશિયા એન્ડ પેસિફિક કન્ટ્રીઝ’માંથી જાપાન, ફિલિપાઇન્સ, વિયેતનામ, કૂક આઇલેન્ડ અને ચીન પણ એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યો તરીકે ચૂંટાયા છે. યુનેસ્કોનું એક્ઝિક્યુટિવ બોર્ડ એ સંયુક્ત રાષ્ટ્રની એજન્સીના ત્રણ બંધારણીય અંગોમાંથી એક છે. તે જનરલ કોન્ફરન્સ દ્વારા ચૂંટાય છે.

જનરલ કોન્ફરન્સ હેઠળ કામ કરતા, આ એક્ઝિક્યુટિવ બોર્ડ સંસ્થાના કાર્યક્રમો અને ડાયરેક્ટર-જનરલ દ્વારા સબમિટ કરાયેલ સંબંધિત બજેટ અંદાજોની દેખરેખ રાખે છે. યુનેસ્કોની વેબસાઈટ અનુસાર, એક્ઝિક્યુટિવ બોર્ડમાં 58 સભ્ય દેશો છે, જેમનો કાર્યકાળ ચાર વર્ષનો છે. યુનેસ્કોમાં કુલ 193 સભ્ય દેશોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતની આંતરરાષ્ટ્રીય મંચોમાં ભાગીદારી વધી છે અને તેણે મહત્વપૂર્ણ સંસ્થાઓની અધ્યક્ષતાની જવાબદારી પણ સ્વીકારી છે. ઓગસ્ટ મહિનામાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રમુખપદ સંભાળ્યું હતું. જેથી વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થાઓમાંની એક તરીકે જોવામાં આવે છે.