Site icon Revoi.in

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુનઃ વરણી, ડેશબોર્ડનો કરાયો પ્રારંભ

Social Share

 ગાંધીનગરઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને સોમનાથ ટ્રસ્ટી મંડળની 122મી બેઠક  ગાંધીનગર રાજભવન ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નરેન્દ્રભાઇ મોદીની પાંચ વર્ષ માટેની વરણી કર્યા બાદ પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાનના આહવાનને અનુસરીને મેરી મીટ્ટી મેરા દેશ, સોમનાથ મંદિરના ઇતિહાસ, વીર રસ અને મંદિરની ધરોહરને ઉજાગર કરતો મેરી મીટ્ટી મેરા દેશનો વિડીયો અધ્યક્ષના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો. ટેકનોલોજીના માધ્યમથી વિતરણ જેવી વ્યવસ્થાની જાણકારી માટે ડેશબોર્ડનો શુભારંભ દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો આ ડેશબોર્ડના શુભારંભથી તમામ ટ્રસ્ટીઓ ટ્રસ્ટની વિવિધ કામગીરી અંગેની રોજેરોજની માહિતી ડેશબોર્ડ મારફત મેળવી શકશે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક વર્ષમાં યાત્રિકો માટેની સુવિધામાં સારોએવો વધારો કરવામાં આવ્યો છે. સામનાથ મંદિર ઉપરાંત ભાવિકો ભાલકા તિર્થ અને રામ મંદિરના લાઈવ દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટની વેબસાઈટ પર સુવિધા શરૂ કરવામાં આવી છે. રામ નામ મંત્ર લેખન રામ મંદિર અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમર્પિત કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના રામ મંદિરમાં રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ પુસ્તિકા તૈયાર કરી સૌ  ભાવિકો આ મહાયજ્ઞમાં જોડાય અને આ પ્રસંગના સાક્ષી બને એ અંગેના અભિયાનનો શુભારંભ સૌ પ્રથમ રામ નામ મંત્ર લખી ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદીએ શુભારંભ કરાવ્યો હતો. અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે સોમનાથ ટ્રસ્ટે હરણફાળ ભરી છે તેમજ યાત્રી સુવિધા, વૃધ્ધો, દિવ્યાંગો માટેની સુવિધા, અન્નક્ષેત્ર, રોજગારી અંગે તેમજ પર્યાવરણલક્ષી અને પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યા છે.