1. Home
  2. ગુજરાતી
  3. બાળકોને મોબાઈલની પડેલી આદતની આડઅસર અને તેને છોડવવા શું કરવું, વાંચો
બાળકોને મોબાઈલની પડેલી આદતની આડઅસર અને તેને છોડવવા શું કરવું, વાંચો

બાળકોને મોબાઈલની પડેલી આદતની આડઅસર અને તેને છોડવવા શું કરવું, વાંચો

0
Social Share

કોરોના કાળમાં સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેથી મોટાભાગના બાળકો કલાકો સુધી મોબાઈલ સાથે ચીપકેલા રહેતા હોવાની માતા-પિતાની ફરિયાદો ઉઠી છે. મોબાઈલ ઉપર અનેક પ્રકારની વસ્તુઓ જોવાને કારણે તેમની ભાષા ખરાબ થવાની સાથે સ્વભાવ પણ ચીડચીડ્યો થઈ જાય છે. આજે સોશિયલ મીડિયા દરેકની જીંદગીનો એક ભાગ બની ચુક્યું છે. પરંતુ સોશિયલ મીડિયા ઉપર પણ હવે બાળકો એક્ટિવ જોવા મળે છે. બાળકો પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે તો તેઓ ટીવીની સામે ગોઠવાઈ જાય છે. એટલે બાળકોને કોરોના કાળમાં મોબાઈલ અને ટીવીની આદત લાગી ગઈ છે. જે બાળકો ઉપર ખરાબ અસર પાડે છે. ઈન્ટરનેટના વપરાશથી થતા સાઈડ ઇફેક્ટસ નીચે પ્રમાણે છે.

  • માનસિક બદલાવ

આજકાલ બાળકો કલાકો સુધી મોબાઈલમાં ગેમ રમતા હોય છે. જો તેમના પાસેથી મોબાઈલ લેવામાં આવે તો તેઓ ગુસ્સે થઈ જાય છે. બાળકોનો આ સ્વભાવ તેમની માનસિક બદલાવની નિશાની છે. સોશિયલ મીડિયા એટલું મોટુ છે કે બાળક ક્યાં, કેવી રીતે અને શું કરી માહિતી મેળવી રહ્યું છે તે આપ જાણી શકતા નથી. તેમજ કન્ટ્રોલ પણ કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં બાળકો પાસે અશ્લિલ અને હાનીકારક વેબસાઈટો પર પહોંચાડી શકે છે. જે તેમની વિચારશક્તિને અસર કરે છે.

  • ડિપ્રેશનનું મુખ્ય કારણ

ઈન્ટરનેટનો વદારે ઉપયોગ કરવાવાળા સરળતાથી ડિપ્રેશનનો શિકાર બની છે. આ સમસ્યા વિદ્યાર્થીઓ અને કિશોરોમાં વધારે જોવા મળે છે. આવા લોકોમાં બેચેની અને પોતાના દેનિક કાર્ય સરળતાથી નહીં કરી શકતા હોવાનું જોવા મલે છે. નાની ઉંમરમાં બાળકો સારા અને ખરાબનો સમજી નથી શકતા, જેથી સોશિયલ મીડિયા સરળતાથી તેમની વિચારશક્તિ અને વ્યવહારને બદલી શકે છે.

  • અનિદ્રાની સમસ્યા

આજે ઈન્ટરનેટનો વપરાશ વધતા અનિદ્રાની બીમારી પણ વધી છે. મોબાઈલની આદતને પગલે બાળકો જ નહીં મોટા લોકો પણ મોડી રાત સુધી મોબાઈલમાં જ જોવા મળે છે. સોશિયલ મીડિયા ઉપર બ્રાઉજીંગ વદારે કરે છે. જેના કારણે તેમની ઉંઘ પુરી થતી નથી. અહીંથી જ તેની અનિદ્રાની બીમારીથી પીડાવાની સમસ્યા શરૂ થાય છે.

  • સમયનો દુરઉપયોગ

કલાકો સુધી મોબાઈલમાં રહેતા બાળકોને ખબર જ નથી હોતી કે તેમણે કેટલા કલાક મોબાઈલની પાછળ ખર્ચી નાખ્યાં છે. જેથી તેમની પાસે અભ્યાસ તતા અન્ય મહત્વના કામ માટે પુરતો સમય રહેતો નથી.

  • ઈન્ટરનેટની આદત

ઈન્ટરનેટની આદત નશાની આદતથી પણ ઓછી નતી. સોશિયલ મીડિયા ઉપર જરૂરિયાત કરતા વધારે સમય વિતાવતા વ્યક્તિઓ દિમાગનું સમલુતન ગુમાવી બેઠે છે. તેમજ પોતાની આસપાસ થતી ઘટનાઓથી અજાણ થઈ જાય છે અને પોતાની અલગ દુનિયામાં વ્યસ્ત રહે છે. જેની સીધિ અસર તેમની માનસિક સ્થિતિ પર પડે છે. એટલું જ નહીં પરિવારથી પણ ધીમે-ધીમે દૂર થઈ જાય છે.

જો બાળકો વધારે પડતા મોબાઈલમાં વ્યસ્ત રહે છે તો તેનાથી દુર રાખવા માટે માતા-પિતા તથા પરિવારના અન્ય સભ્યોએ વધારે સમય તેમની સાથે ફાળવવો જોઈએ.

  • બાળકોની મોબાઈલ અને ટીવીની આદત છોડાવવા માટે પરિવારજનોએ તેમની પાસે સમય વિતાવવાની સાથે અન્ય કામમાં વ્યસ્ત રાખવા જોઈએ. આમ કરવાથી બાળકો પોતાની જાતને સુરક્ષિત સમજવાની સાથે તેમના દિમાગનો પણ વિકાસ થશે.
  • માતા-પિતાએ પોતાના બાળકોને પાસે બેસાડીને સારી વસ્તુઓ અને સારી શિખ આપતી ફિલ્મો, વાર્તાઓ, ધાર્મિક વસ્તુઓ બતાવી શકો છે. જેથી બાળકોના વ્યવહારમાં બદલાવ જોવા મળશે.
  • બાળકોને મોબાઈલ દેખવાનો એક સમય ફિક્સ કરી નાખવો જોઈએ. જેથી તેઓ ઓછામાં ઓછો સમય મોબાઈલ પાછળ વાપરે.
  • માતા-પિતા તથા પરિવારના અન્ય સભ્યોએ પણ મોબાઈલનો વધારે વપરાશ કરવાનું ટાળવું. જેથી આપને જોઈને બાળકો પણ મોબાઈલનો વપરાશ ઓછુ કરવા પ્રેરાશે
  • બાળકોને મોબાઈલ રમવા આપવાની બદલે તેમની પાસે ફુલ-છોડનો ઉછેર કરવા, તેને નિયમિત પાણી આપવા અને પેન્ટીંગ જેવા કામ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમજ તેમના કામના વખાણ પણ કરવાની સાથે તેના ફાયદા પણ બાળકોને માહિતગાર જોઈએ.
  • બાળકોના રૂમમાં ટીવી, લેપટોપ અને મોબાઈલ ફોન રાખવાનું ટાળો.
  • બાળકો સાથે તેમને ટીવી ઉપર ક્યાં કાર્યક્રમ, ફિલ્મ અને વીડિયો ગેમ પસંદ છે તેની ચર્ચા કરવી જોઈએ.

(Photo – Social Media)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code