Site icon Revoi.in

દાદરાનગર હવેલીનો ઈતિહાસ, વાંચો કેવી રીતે થયો તેનો ભારતમાં સમાવેશ

Social Share

પોર્ટુગીઝોએ 1783 અને 1785 ની વચ્ચે દાદરા અને નગર હવેલી પર કબજો કર્યો હતો અને 1954 માં તેની મુક્તિ સુધી શાસન કર્યું હતું. સરકાર અને તેના અધિકારીઓ દ્વારા આ શાસનને ક્રૂરતા અને ભ્રષ્ટાચાર દ્વારા ઓળખવામાં આવ્યો હતો, ગણ્યા-ગાઠીયા શાહુકારો (નાણાં ધીરનાર) દ્વારા સ્થાનિક આદિવાસી પ્રજાનું શોષણ કરવામાં આવ્યું અને લોકકલ્યાણની ભાવના મરી પરવારી હતી.

લગભગ 170 વર્ષના પુર્તગાલી શાસનને 2જી ઓગસ્ટ, 1954 ના રોજ ગોવાના સ્વયં સેવકો દ્વારા સ્થાનિકોના સહયોગથી સમાપ્ત કરવામાં આવ્યું. તેની મુક્તિ પછી, પ્રશાસન દ્વારા વધીજ પ્રશાસનિક બાબતો પર સલાહ આપવા સલાહકારની સાથે પ્રદેશના વહીવટની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટૂંક સમયમાં વરીષ્ઠ પંચાયત અને જૂથ પંચાયતની રચના વહીવટમાં સ્થાનિક લોકોને સમાવવા માટે પગલા લેવામાં આવ્યા હતા.

12 મી જૂન 1961 ના રોજ, ઉચ્ચપંચાયતે સર્વસંમતિથી ભારતીય સંઘમાં એકીકરણ માટે ઠરાવ પસાર કર્યો.11.08.1961 ના રોજ, સંસદ દ્વારા પસાર કરાયેલા દાદરા અને નગર હવેલી એક્ટ 1961 (1961 નો નંબર 35) દ્વારા આ રાષ્ટ્રિય સ્તરે એક થઈ ગયું. પરિણામ સ્વરૂપ દાદરા અને નાગર હવેલી વહીવટીતંત્રની એક ઔપચારિક કાયદાકીય વહીવટ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું, જેના નેતૃત્વમાં એક પ્રશાસક દાદરા અને નગર હવેલીસામેલ હતું જેમાં 72 ગામોનો સમાવેશ થાય છે અને એક જ રાજ્ય અને એક જ તાલુકાના એક નગર વૈધાનિક અને C સેન્સસ ટાઉન, કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના પડોશી કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભળીને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના નવા કેન્દ્રશાસિત પ્રદેશની રચના 26 જાન્યુઆરી, 2020 ના રોજ કરવામાં આવી હતી.

દાદરા નગર હવેલી, પ્રકૃતિની લાક્ષણિકતાઓઓથી સંપન્ન પ્રદેશ છે. પ્રકૃતિની આકર્ષક સુંદરતાથી ભરપૂર ભૂમિ છે. લીલાછમ જંગલો, વાંકી ચૂંકી, અકલ્પનીય તટીય પ્રદેશ, નદીઓનો શાંત ખડખડાટ, દૂર-દૂર ફેલાયેલી પર્વતમાળાઓ, વનસ્પતિઓ અને પ્રાણીસૃષ્ટિનો ભવ્ય બહુદર્શીય પ્રદેશ. આસપાસના શાંત વાતાવરણના કારણે આ પ્રદેશ એવા લોકો માટે સ્વર્ગ સમાન છે, જેઓ પોતાની રજાઓ શાંત વાતાવરણમાં વિહાર કરીને પસાર કરવા માંગતા હોય.

મુગલોનો વિરોધ કરવા માટે મરાઠાઓએ પોર્ટુગીઝ સાથે મિત્રતા કરી અંગ્રજોને કિનારે રાખી અને 1779 માં એક કરાર પર હસ્તાક્ષર કરી, મિત્રતાની આ ઐતિહાસિક સંધિ મુજબમરાઠા-પેશ્વા સંમત થયા કે પુર્તગાલીઓને મંજૂરી આપવામાં આવશે. દાદરા અને નગર હવેલી પાસેથી મહેસૂલ લેવા માટે 72 ગામડાઓનો સમાવેશ થતો હતો. જે પછીથી “સંતનાઈ” નામના યુધ્ધ જહાજના નુકશાનના વળતર પરગણા તરીકે ઓળખાય છે. જેને અગાઉ મરાઠાઓ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. પરંતુ ઘણી મુશ્કેલીઓ છતાં પુર્તગાલીઓએ આત્મસમર્પણ કર્યું ન હતું. આ પ્રદેશમાં પહેલાં કોળી પ્રમુખોનું શાસન હતું. જેઓને જોહર અને રામનગરના હિન્દુ રાજાઓએ પરાજિત કર્યા હતા. મરાઠાઓએ આ પ્રદેશો ઉપર વિજય મેળવીને એને પોતાના રાજ્યોમાં સમાવી લીધા હતા.

દાદરા નગર હવેલીનો વિસ્તાર 491 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે ઉત્તરમાં ગુજરાત અને દક્ષિણમાં મહારાષ્ટ્રની વચ્ચે ફેલાયેલો છે. જે 2જી ઓગસ્ટ, 1954 ના રોજ લોકોએ જાતે પોર્ટુગીઝ શાસકોથી મુક્ત કરાવ્યો. કેન્દ્રશાસિત પ્રદેશના પડોસી રાજ્ય દમણ અને દીવની સાથે ભળી ગયો હતો. 26મી જાન્યુઆરી, 2020 ના રોજ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો નવો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો.દાદરા અને નગર હવેલીનો વિસ્તાર પછી નવા કેન્દ્રશાસિત પ્રદેશના ત્રણ જિલ્લાઓમાંનો એક બની ગયો.