અમદાવાદ: ઐતિહાસિક ગણાતા અમદાવાદ શહેરે સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટીનો દરજ્જો તો મેળવી લીધો છે પરંતુ હવે આ શહેર કદાચ દેશનું પ્રથમ સ્પોર્ટસ સિટી બંને તે નવાઇ નહી. કારણ કે, અમદાવાદ શહેરની શાન ગણતા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ 25 કરોડના ખર્ચે તૈયાર થયું છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ શહેર આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતો રમાઇ શકે તે માટે મ્યુનિ.એ વ્યવસ્થા ઊભી કરી છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ રિવરફ્રન્ટના ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કરાયા છે. જેમા ગુજરાતનું પ્રથમ સ્કેટ બોર્ડિંગ પાર્ક તૈયાર થયું છે. સ્કેટ બોર્ડિંગ પાર્કની લંબાઇ 30 મિટરથી વધુ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાતી રમતો હવે અમદાવાદ પણ પ્રેક્ટીસ કરી શકાશે. સ્કેટ બોર્ડિંગ પાર્ક સહિત અન્ય રમત ગમતની એક્ટિવ માટે આખરી ઓપ અપાઇ રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ કંપની દ્વારા 25 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ ઉભુ કરાયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના રમત રમી શકાય તેના ટ્રેક અને કોર્ટ કરાયા તૈયાર છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બે સ્પોર્ટસ કોમ્પલેક્ષ બન્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતુ કે, સ્પોર્ટસ કોમ્પલેક્ષ સરદાર બ્રિજ અને આંબેડકર બ્રિજ વચ્ચે આવેલા એન. આઇ.ડી પાછળ ભાગે આવેલ રિવરફ્રન્ટ ખાતે 45 હજાર ચો.મી એરિયામા ધરાવતા ઓપન એરિયા ફોર મલ્ટીપલ સ્પોર્ટસ તૈયાર થયું છે . જેમાં 4 નંગ ક્રિકેટ પીચ, 5 નંગ ટેનિસ કોટ, 4 નંગ મલ્ટીપલ સ્પોર્ટસ કોર્ટ, સ્કેટીંગ રીંગ અને સ્કેટ બોર્ડિંગ આ ઉપરાંત 800 મીટર જોગીગ ટ્રેક , ઇન્ટરનલ રોડ , તેમજ પાર્કિગ સુવિધા ઉભી કરાઇ છે