Site icon Revoi.in

ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં તેજી, ત્રણ મહિનામાં 14000 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ થયાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના બીજા વેવએ લગભગ વિદાય લઈ લીધી છે. સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લેતા જનજીવન રાબેતા મુજબ બની ગયું છે. અને રોજગાર-ધંધા પણ હવે ધમધમવા લાગ્યા છે. તેથી રિયલ એસ્ટેટ સેકટરમાં ફરી તેજી આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યના શહેરોમાં બિલ્ડરોએ 14000 કરોડના પ્રોજેકટ લોંચ કર્યા છે ,અગાઉની સ્કીમોમાં ખરીદારો નિકળ્યા છે. જો કે છેલ્લા દોઢ વર્ષમાં મહામારીના કારણે પડેલો આર્થિક ફટકો પૂર્ણ કરવા માટે બિલ્ડરોની સ્કીમોમાં પ્રોપર્ટીના ભાવમાં સીધો 20 ટકાનો વધારો આવી ગયો છે.

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ની વેબસાઇટ પર નજર કરીએ તો જાણવા મળશે કે, નાણાકીય વર્ષ 2021-22માં છેલ્લા ત્રણ મહિનામાં બિલ્ડર્સ અને ડેવલપર્સે 13508 કરોડના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેકટસ લોન્ચ કર્યા છે તેમજ એપ્રિલ–જૂન દરમિયાન લોન્ચ થયેલા કુલ પ્રોજેકટસમાંથી 6285 કરોડના પ્રોજેકટસ તો માત્ર અમદાવાદમાં શરૂ થયા છે. કોરોના બાદ લોકોની માનસિકતા બદલાતાં જે લોકો વન બીએચકેમાં રહેતા હતા તેઓ હવે ટુ બીએચકેમાં શિફટ થઈ રહ્યા છે. આ ઉપરાંત અપર મિડલ કલાસ ફ્લેટમાંથી બંગલો કે ફાર્મ હાઉસ કોન્સેપ્ટ તરફ વળ્યા છે અને ફરવા નથી જવાતું તો એમિનિટી વધારે હોય તેવા પ્રોજેકટસમાં જઈ રહ્યા છે. આ બદલાવને કારણે બિલ્ડર્સ નવા પ્રોજેકટ લોન્ચ કરવાનું સાહસ કરી રહ્યા છે. ગત વર્ષની તુલનાએ અત્યારે રેસિડેન્સમાં ડિમાન્ડ સારી છે તેથી રિયલ એસ્ટેટ સેકટરમાં રોકાણ આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં 4,444 કરોડના રેસિડેન્શિયલ અને 6,919 કરોડના મિકસ (રહેણાક અને કોમર્શિયલ ભેગા) પ્રોજેકટ લોન્ચ થયા હતા. કોમર્શિયલમાં 1962 કરોડનું રોકાણ આવ્યું હતું. ગુજરાત રેરાની વેબસાઇટ મુજબ, નાણાકીય વર્ષ 2021-22માં એપ્રિલથી અત્યારસુધીમાં 13,508 કરોડના પ્રોજેકટસ લોન્ચ થયા છે જેમાંથી 6285 કરોડના પ્રોજેકટસ અમદાવાદમાં શ થયા છે. આ સિવાય વડોદરામાં 2500 કરોડ, સુરતમાં 1711 કરોડ અને ગાંધીનગરમાં 1135 કરોડના પ્રોજેકટ શરૂ થયા છે. આ ઉપરાંત આજે પણ અમદાવાદની તુલનાએ ગાંધીનગર વધારે શાંત હોવાથી લોકો અહી રહેવાનું પસદં કરી રહ્યા છે. જેથી ગાંધીનગરમાં નવા પ્રોજેન્ટસ વધ્યા છે. ગાંધીનગરમાં ટાઉન પ્લાનિંગ હેઠળ ઘણી નવી જમીન ખુલ્લી થઈ છે અને નવા પ્રોજેકટસ આવી રહ્યા છે. ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પેારેશન વિસ્તારના ગામડાઓમાં નવા નવા પ્રોજેકટ શરૂ થઇ રહ્યાં છે