Site icon Revoi.in

ઠંડીમાં કેમ સાંધાના દુ:ખાવો થાય છે, આ છે તેનું કારણ

Social Share

શિયાળો આવતાની સાથે જ કેટલાક લોકો કહેતા હોય છે કે તેમને સાંધાના દુ:ખાવા થાય છે. જો કે આ પાછળ પણ એક કારણ છે. વાત એવી છે કે શિયાળામાં ક્યારેક આનુવંશિક કારણોસર, નબળાઈ, વાસી અને ઠંડા ખોરાક ખાવાથી, સાંધા પર યુરિક એસિડ જમા થવાથી અને તણાવ વગેરેને કારણે સાંધાનો દુખાવો થાય છે. પરંતુ તેના ઘણા મહત્વપૂર્ણ કારણો પણ હોય છે.

જાણકારો તે પણ કહે છે કે શિયાળાની ઋતુમાં વાતાવરણનું દબાણ એટલે કે આપણી આસપાસના વાતાવરણમાં ઓછું દબાણ હોય છે. જેના કારણે પગની ઘૂંટી, ઘૂંટણ, નિતંબ, કરોડરજ્જુ, આંગળીઓ અથવા શરીરના અન્ય ભાગોના સાંધામાં સોજો વધવા લાગે છે. કેટલીકવાર આ સોજો આંતરિક હોય છે અને આ સ્થિતિમાં નસોમાં ખેંચાણ વધી જાય છે અને તે નાજુક બની જાય છે.

આ ઉપરાંત કોઈપણ વસ્તુ ગરમીમાં વિસ્તરે છે, જ્યારે તે ઠંડીમાં સંકોચાય છે. આપણા કોષો અને સ્નાયુઓ સાથે પણ આવું જ થાય છે. ઠંડીની અસરને કારણે સાંધા પાસેના હાડકાં સખત થઈ જાય છે અને તેમાં લચીલાપણું ઓછું રહે છે. એટલું જ નહીં લોહીની ધમનીઓ સાંકડી થવાને કારણે શરીરના વિવિધ ભાગોમાં લોહી, ઓક્સિજન વગેરેનો પુરવઠો યોગ્ય રીતે થતો નથી.