Site icon Revoi.in

હીરા ઉદ્યોગમાં ફરીવાર મંદીની મોંકાણ, ભાવનગરમાં હીરાના કારખાના બંધ રાખવાનો સ્વૈચ્છીક નિર્ણય

Social Share

ભાવનગરઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બીજીબાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધને કારણે હીરાની માગમાં ઘટાડો થતા હરા ઉદ્યોગમાં મંદીનું મોજુ ફરી વળ્યુ છે. હાલ સ્થિતિ એવી છે કે, હીરાના ભાવમાં પડતર કિંમત પણ મળતી નથી. હોંગકોંગ પોલીસીંગ હીરાનું મોટું મથક છે, ત્યાં પણ કોરોનાની નવી લહેરને કારણે લોકડાઉન છે. આમ હીરા ઉદ્યોગમાં મંદીને લીધે ભાવનગરના હીરાના કારખાનેદારોએ સ્વૈચ્છીકરીતે ઉત્પાદનમાં કાપ મુક્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ની રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લીધે અમેરિકામાં તૈયાર હીરાની આયાત નિકાસ પર તેની અસર પડી છે. ઉપરાંત હોંગકોંગમાં કોરોનાની નવી લહેરને કારણે લોકડાઉનની સ્થિતિ વચ્ચે હીરામાં ભયંકર મંદીનું વાતાવરણ છવાઇ જતા હીરા કારખાનેદારો દ્વારા સ્વૈચ્છિક રીતે ઉત્પાદન કાપ મુકવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લા ડાયમંડ એસો.ના પ્રમુખ ઘનશ્યામભાઇ ગોરસીયાના જણાવ્યું હતું કે,  હીરાના ભાવમાં પડતર કિંમત પણ મળી રહી નહીં હોવાથી કારખાનેદારો મુંજાયા છે. યુક્રેન-રશિયાના યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે ક્યારે યુધ્ધ પૂર્ણ થશે તે નક્કી નથી, અને અમરિકા તૈયાર હીરાનું સૌથી મોટું આયાતકાર છે ત્યાં નિકાસનું કામ નહિવત્ છે.

આ ઉપરાંત હોંગકોંગ પોલીશિંગ હીરાનું મોટું મથક છે અને ત્યાં કોરોનાની નવી લહેરને કારણે લોકડાઉન નાંખવામાં આવેલું હોવાથી કામ-ધંધા ઠપ્પ પડેલા છે. વૈશ્વિક પરિસ્થિતિને કારણે જિલ્લાના હીરા ઉત્પાદકોને માઠી અસર પહોંચી છે, અને 500 જેટલા કારખાનેદારોએ ભેગા મળીને 1લી એપ્રિલથી ઉત્પાદન કાપ મુકવાના હેતુથી મીની વેકેશન રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. જો કે, એસોસિએશન દ્વારા મીની વેકેશનનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાથી પણ સ્પષ્ટતાઓ કરાઇ છે. (file photo)