Site icon Revoi.in

ભારતનો NATO Plusમાં સમાવેશ કરાવવા માટે ભલામણ

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાના પ્રવાસે જવાના છે. દરમિયાન, યુએસ કોંગ્રેસની એક સમિતિએ ભારતને નાટો પ્લસનો ભાગ બનાવવા માટે બિડેન સરકારને ભલામણ કરી છે. સમિતિનું કહેવું છે કે, ભારતના સમાવેશથી નાટો પ્લસ મજબૂત થશે. NATO Plus એ વૈશ્વિક સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ સુરક્ષા વ્યવસ્થા છે. તે પાંચ દેશો વચ્ચેનું જોડાણ છે. આ દેશમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઈઝરાયેલ અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો નાટો પ્લસનો છઠ્ઠો ભાગ ભારતને બનાવવામાં આવે છે, તો આ દેશો વચ્ચે ગુપ્ત માહિતી શેર કરવુ સરળ બનશે. તેમજ જો ભારતને નાટો પ્લસમાં સામેલ કરવામાં આવે તો દેશને સંરક્ષણ અને સુરક્ષા માટે અમેરિકા સાથે સરળતાથી જોડી શકાય છે.

યુનાઇટેડ સ્ટેટ્સ અને ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) વચ્ચે વ્યૂહાત્મક સ્પર્ધા અંગેની હાઉસ સિલેક્ટ કમિટીના અધ્યક્ષ માઇક ગેલાઘર અને રેન્કિંગ સભ્ય રાજા કૃષ્ણમૂર્તિની આગેવાની હેઠળ, નોટો બ્લસને મજબુત બનાવવા માટે ભારતને સામેલ કરવા સહિત તાઈવાનની ક્ષમતા વધારવા માટે એક નીતિ પ્રસ્વાત રાખવામાં આવ્યો છે. સદનની સિલેક્ટ સમિતિની ભલામણ કરતા જણાવ્યું હતું કે ચીન કોમ્યુનિસ્ટ પાર્ટીની સાથે રાજનૈતિક પ્રતિસ્પર્ધા જીતવા અને તાઈવાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમેરિકાએ ભારત સાથે સંબંધો વધારે મજબુત કરવાની જરુર છે.

સમિતિએ કહ્યું કે જો ભારતને નાટો પ્લસનો હિસ્સો બનાવવામાં આવે છે, તો વૈશ્વિક સુરક્ષાને મજબૂત કરવાની સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમકતાને રોકવા માટે અમેરિકા અને ભારત વચ્ચે નજીકની ભાગીદારી વધશે. રિપબ્લિકન નેતૃત્વની પહેલ પછી પસંદગી સમિતિને લોકપ્રિય રીતે ચાઇના કમિટી કહેવામાં આવે છે.

છેલ્લા છ વર્ષથી આ પ્રસ્તાવ પર કામ કરી રહેલા ભારતીય-અમેરિકન રમેશ કપૂરે આશા વ્યક્ત કરી હતી કે, આ ભલામણને નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ 2024માં સ્થાન મળશે અને આખરે તે દેશનો કાયદો બની જશે. તેમણે કહ્યું કે સમિતિમાં આ પ્રસ્તાવ પર ચર્ચા એ વિકાસની દિશામાં એક પગલું છે.

ચાઇના કમિટીએ પોતાની ભલામણમાં કહ્યું છે કે જો તાઇવાન પર હુમલાના કિસ્સામાં ચીન સામે આર્થિક પ્રતિબંધો સૌથી વધુ અસરકારક રહેશે જો G-7, નાટો, નાટો પ્લસ અને ક્વાડ સભ્યો જેવા મોટા સહયોગી દેશો એક થાય. જો આ તમામ સહયોગીઓ સંયુક્ત પ્રતિસાદની વાટાઘાટો કરે તો ચીન નબળું પડી શકે છે.