Site icon Revoi.in

કન્યાઓના લગ્નની વય મર્યાદા વધારવા અંગે બાળ વિકાસ મંત્રાલયને ભલામણ

Social Share

દિલ્હીઃ-સામ્નય રીતે કન્યાઓના લગ્ની ઉમંર 18 વર્ષની હોય છે, પરંતુ ઘણી જગ્યાઓ એ ખૂબ જ નાની વયે યુવતીઓને લગ્નના બંધનમાં બંધાવી દેવામાં આવે છે,જે કોર્ટના નિયમો અનુસાર ગુનો બને છે.કન્યાઓના લગ્નયોગ્ય ન્યુનત્તમ ઉંમરનું આકલન કરવા માટે રચાયેલી સમિતિએ તેમની  ભલામણ પીએમઓ કાર્યાલય અને બાળ વિકાસ મંત્રાલયને મોકલી છે.

મળતી માહિતી પ્રમાણે સમિતિએ ક્નયાના લગ્નની ઉંમર વધારવાની ભલામણ કરી છે. આ સમગ્ર બાબત અંગે એક અધિકારીએ જણાવ્યું વહતું કે,ક મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અમારા દ્રાવા રજુ કરાયેલી આ ભલામણો ઉપર વિચાર કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના 74મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે,  સરકાર આ અંગે વિચાર કરી રહી છે કે મહિલાઓનાં લગ્ન માટે નયુનત્તમ ઉંમર શું હોવી જોઈએ. તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું કહ્યું હતું કે અમે અમારી દિકરીઓના લગ્ન માટે ઓછામાં ઓછી કેટલી વય હોવી તે બાબત પર પુનર્વિચાર કરવા માટે સમિતિનીનું ગઠન પણ કર્યું છે.

.ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યારે મહિલાઓ માટે વિવાહ કરવાની ન્યુનત્તમ વય 18 વર્ષ  નક્કી કરાયેલ છે. જયા જેટલીની અધ્ક્ષતામાં વિતેલા વર્ષે 10 સભ્યોની સમિતિનીનું ગઠન કરવામાં આવ્યું હતું, આ સમિતિએ પોતાનો રિપોર્ટ 31 જૂલાઈ સુધીમાં જમા કરાવવાનો હતો, પરંતુ મળતી માહ્તી પ્રમાણે આ અંગેની  ભલામણો તાજેતરમાં જ કરવામાં આવી છે અને હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ બાબતે ખાસ નિર્ણય પણ લઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે

સાહિન-