મુંબઈઃ ભારતીય શેર બજારમાં આજનો દિવસ ઐતિહાસિક સાબિત થઈ રહ્યો છે. બજારની શરુઆત આજે રેકોર્ડબ્રેક સાથે થઈ હતી. સેંસેક્સ 236 પોઈન્ટના ઉછાળા સાથે 73394 ઉપર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી આજે ઓલટાઈમ હાઈ 22290ના સ્તરે ખુલ્યો હતો. ગુરુવારે નિફ્ટી 22252.50ના નવા શિખર સુધી પહોંચ્યો હતો. જ્યારે સેંસેક્સ ઓલટાઈમ હાઈ 73427.59 ઉપર છે જે 16મી જાન્યુઆરી 2024ના રોજ બન્યો હતો.
માર્કેટ શરૂ થયાના એકાદ કલાક બાક માર્કેટ થોડુ નીચે આવ્યું હતું. સેંસેક્સ દિવસના હાઈ 73413ના સ્તરને ટચ કર્યા બાદ 141 ઘટાડા સાથે 73299ના લેવલે ટ્રેડ કરતો હતો. જ્યારે નિફ્ટી પણ 22297થી ઘટીને 22257 ઉપર પહોંચ્યો હતો. જોકે, નિફ્ટીમાં 39 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં ટોપ લૂઝરમાં એશિયન પેન્ટસ, ભારતીય એરટેલ, એનટીપીસી, પાવરગ્રીટ અને આઈટીસીનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ ગેનર્સમાં ડોકટર રેડ્ડી, સિપ્લા, બજાજ ફિનસર્વ અને એચડીએફસી લાઈફનો સમાવેશ થાય છે.