Site icon Revoi.in

રેકોર્ડઃ એક જ દિવસમાં 1 કરોડથી પણ વધુ વેક્સિનનાં ડોઝ અપાયા, પીએમ મોદીએ કર્યા વખાણ

Social Share

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારી સામેની જંગી લડતમાં  યુદ્ધના ઘોરણે શરૂ કરાયેલ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ભારે ગતિએ આગળ વધી રહ્યું છે.વિતેલા દિવસને  શુક્રવારના રોજ દેશભરમાં રેકોર્ડ એક કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ અત્યાર સુધીનું એક દિવસમાં સૌથી વધુ રસીકરણ છે. આ સાથે, દેશમાં કુલ રસીકરણનો આંકડો 62 કરોડને પાર કરી ગયો છે.

ઉલ્લખેનીય છે દેશમાં રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું ,10 કરોડનો આંકડો પાર કરવામાં ભારતને 85 દિવસનો સમય લાગ્યો હતો.તે જ સમયે, અમે 45 દિવસમાં 10 થી 20 કરોડના આંકડા સુધી પહોંચી ગયા. 20 થી 30 કરોડ સુધી પહોંચવામાં 29 દિવસ જેટલો સયમ લાગ્યો. 24 દિવસમાં 30 થી 40 કરોડ પહોંચી ગયા. 6 ઓગસ્ટે દેશમાં રસીકરણ 50 કરોડનો આંકડો પાર કરી ગયું હતું.

રસીકરણ મામલે ઉત્તર પ્રદેશ અવવ્લ રહ્યું

વિતેલા દિવસને શુક્રવારે સૌથા વધુ ડોઝ ઉત્તરપ્રદેશમાં 28 લાખથી વધુ રસીઓ આપવામાં આવી હતી તે યાદીમાં ઉત્તરપ્રદેશ ટોચ પર છે. તે પછી બીજા નંબરે કર્ણાટક હતું જ્યાં 10 લાખથી વધુ રસીઓ આપવામાં આવી હતી.

કોવિન પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીઓના કુલ 62 કરોડ 17 લાખ છ હજાર 882 ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 48 કરોડ 8 લાખ 78 હજાર 410 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તે જ સમયે, 14 કરોડ 8  લાખ 28 હજાર 472 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

પીએમ મોદીએ કરી પ્રશંસા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક દિવસમાં એક કરોડથી વધુ એન્ટી-કોરોનાવાયરસ રસીઓ આપવાની આ સિદ્ધિની ખૂબ જ પ્રશંસા કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને તેમાં લખ્યું છે કે, ‘આજે રસીકરણની રેકોર્ડ સંખ્યા! એક કરોડનો આંકડો પાર કરવો એ નોંધપાત્ર સિદ્ધિ છે. જેમને રસી આપવામાં આવી છે અને જેમણે રસીકરણ અભિયાનને સફળ બનાવ્યું છે તેમને અભિનંદન.