- ગુજરાતમાં વેક્સિનેશનને લઈને રેકોર્ડ
- એક જ દિવસમાં 8 લાખ લોકોને મળી વેક્સિન
- કોરોના સામે મજબૂત લડાઈ આપતી ગુજરાત સરકાર
અમદાવાદ :ગુજરાતમાં અત્યાર સુધીમાં 4 કરોડ 62 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ આંકડો ગુજરાતની અંદાજે 65 થી 70 ટકા જેટલો છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા નવો રેકોર્ડ બનાવાવમાં આવ્યો છે જેમાં એક જ દિવસમાં ગુજરાત સરકારે 8 લાખથી વધારે લોકોને વેક્સિન આપી છે.
ગુજરાત સરકારની સરાહનીય કામગીરીના આધારે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં 1.34 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ ઉપરાંત 31 ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાનને વધુ વ્યાપક બનાવી ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં વેક્સિનના 1 કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે 1.34 કરોડ લોકોને ડોઝ આપવાની વિક્રમજનક કામગીરી કરવામાં આવી છે.
ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી અત્યાર સુધીમાં 70.20 ટકા લોકો એટલે કે 3,46,14,660 લોકોને પ્રથમ ડોઝ અને 1,16,56,005 લોકોને બીજો ડોઝ મળી કુલ 4,62,70, 665 ડોઝ વેક્સિનના આપવામાં આવ્યા છે.