- દેશમાં કોરોનાવાયરસની સ્થિતિ સુધરી
- છેલ્લા 24 કલાકમાં 3.89 લાખ લોકો થયા સ્વસ્થ
- લોકડાઉન અને પ્રતિબંધોની સકારાત્મક અસર
દિલ્લી: કોરોનાવાયરસના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી સુધારો જોવા મળી રહ્યો છે. કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.89 લાખથી વધારે લોકો સ્વસ્થ થયા છે જ્યારે 2.67 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
દેશમાં કોરોનાવાયરસના હવે એક્ટિવ કેસનો આંકડો 32 લાખ પર પહોંચ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.
જો વાત કરવામાં આવે કુલ કેસની તો દેશમાં અત્યાર સુધીમાં 2.54 કરોડથી વધારે કેસ નોંધાયા છે અને 2.19 કરોડથી વધારે લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં એક્ટિવ કેસ પણ સતત ઓછા થઈ રહ્યા છે. જો કે કોરોનાની બીજી લહેરના કારણે દેશને ભારે નુક્સાન અને જાનહાનીનો સામનો કરવો પડ્યો છે.
જાણકારોના અનુસાર કોરોનાવાયરસની ત્રીજી લહેરને સતર્કતા રાખીને જ રોકી શકાય તેમ છે. સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. સરકાર દ્વારા લોકોને કોરોનાગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.
મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 28,438 નવા કેસ સામે આવ્યા હતા જે સોમવારની સરખામણીએ 1,822 જેટલા ઓછા છે. પ્રદેશમાં સંક્રમણના કારણે 679 લોકો મૃત્યુ પામ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ પ્રમાણે પ્રદેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 54,33,506 થઈ ગઈ છે અને 83,777 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાવાયરસના અત્યાર સુધીમાં 32 કરોડથી વધારે ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.