Site icon Revoi.in

GPSC દ્વારા પોલીસ ઈન્સપેક્ટરની ભરતી તા.22મી એપ્રિલથી હાથ ધરાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં બેરાજગાર શિક્ષિત યુવાનો ઘણા લાંબા સમયથી નોકરી માટેની ભરતીની રાહ જોઈ રહ્યા હતા. પણ કોરોનાનું સંક્રમણ વધતા ભરતી પર રોક લાગી ગઈ હતી. પણ રાજ્ય સરકારે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરીને ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ જીપીએસસી દ્વારા પોલીસ ઈન્સ્પેક્ટરની ભરતીને લઈને તેની પરીક્ષા લેવાની આજે સોમવારે જાહેરાત કરવામાં આવી હતી

રાજ્યમાં એકબાજુ કોરોના કાળમાં સરકારી ભરતીઓ અટકી પડી હતી. જો કે કોરોના કેસો ઓછાં થતાં રાજ્યમાં ફરીથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે હવે ફરીથી કોરોના કેસોમાં વધારો આવતાં સરકારી નોકરીઓ ઈચ્છતા યુવાનોમાં ફરીથી ભરતી બંધ થઈ જશે તેવો ડર હતો. તેવામાં પોલીસ ઈન્સ્પેક્ટરની ભરતીને લઈ જીપીએસસી  દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. 22 થી 26 એપ્રિલ દરમિયાન પાસ થયેલાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. અને ગાંધીનગર ખાતેની કરાઈ પોલીસ એકેડમીમાં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત તા.19 થી 20 જૂનના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જીપીએસસી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.