દિલ્હીઃ- દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોર યથાવત છે ખાસ કરીને પહાડી રાજ્યોની જો વાત કરવામાં આવે તો અહીં સતત વરસાદના કારણે અનેક ઘટનાઓ સર્જાય રહી છએ આવી સ્થિતિમાં ાગામી 24 કલાક માટે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ખાસ કરીને હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ઉત્તર હરિયાણા અને ઉત્તર પંજાબમાં ભારેથી અતિભારે વરસાદ થવાની ચેતવણી માટે રેડએલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ હવામાન વિભાગે કહ્યું છે કે, આ વિસ્તારોમાં 204.4 મીલીમીટર સુધી વરસાદ થઇ શકે છે.
જો ઉત્તરાખંડની વાત કરીએ તો અહી રાજયના મોટાભાગના વિસ્તારોમાં વિતેલા દિવસથી જ મધ્યમથી ભારે વરસાદ થઇ રહ્યો છે. જેનાથી રાજયની મુખ્ય નદીઓની જળસપાટીમાં વધારો થયો છે.મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તમામ જિલ્લા અધિકારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને પ્રાકૃતિક આપત્તિની સ્થિતિમાં રાહત અને બચાવ કાર્યો માટે તૈયાર રહેવાની સૂચના આપી છે.
એટલું જ નહી મધ્યપ્રદેશ પણ આ લીસ્ટમાં સામેલ છે, મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે વરસાદવાળા વિસ્તારોમાં પૂર અને ભેખડ ધસી જવાની સંભાવના પણ વ્યકત કરી છે.આ સહીત લોકોને પહાડી વિસ્તારોમાં પ્રવાસ ન કરવાની ચૂચના પણ આપવામાં આવી છે.