Site icon Revoi.in

ભારે વરસાદને લઈને મહારાષ્ટ્રના 11 જીલ્લાઓમાં રેડ એલર્ટ જારી – મુંબઈમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Social Share

મુંબઈઃ- દેશભરમાં ચોમાસાનો કહેર વર્તાઈ રહ્યો છે ખાસ કરીને ગુજરાત તથા મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રમાં આજે અને કાલે 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્રારા આગાડી કરવામાં આવી છે,આ સાથે જ રાજ્યના 11 જીલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જેમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના  સીએમ એકનાથ શિંદેએ  વિતેલા દિવસને બુધવારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે અધિકારીઓને તમામ આવશ્યક સેવાઓને એલર્ટ પર રાખવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથએ જ અધિકારીઓને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા અને અસરગ્રસ્ત લોકોને સમયસર સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો.

જો મુંબઈ શહેરની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી વરસતા વરતાદે મુંબઈને ઘરમોળ્યું છે ,રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે.મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારથી પડી રહેલા વરસાદને કારણે રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામના કારણે સમગ્ર શહેરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રે પર અસર પડી ન હોવાથી લોકોને થોડી રાહત થઈ છે. હાર્બર લાઇન પર ટ્રેનો ધીમી પડી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14મીએ તેલંગાણા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, વિદર્ભમાં 14 થી 17 જુલાઈ વચ્ચે વરસાદની શક્યતાઓ છે.. દરમિયાન, છત્તીસગઢ, ઓડિશા, કોંકણ અને ગોવાની સાથે ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતીઓ હાર પણ પુરના પ્રકતોપ વચ્ચો જીવી રહ્યા છે