ભુજ: કચ્છની લાલ પીળી મીઠીં દેશી ખારેક એ ક્છી મેવા તરીકે જાણીતી છે, કચ્છી ખારેકની સૌથી વધુ નિકાસ થતી હતી. તેવા બાંગ્લાદેશમાં સરકારની ઇમ્પોર્ટ ડ્યુટીના વધારાના કારણે નિકાસ નહીં થાય. જેથી ખેડૂતોએ પોતાનો માલ સ્થાનિક બજારોમાં વેચવાની ફરજ પડશે. બાંગ્લાદેશ સિવાય પણ લંડન, દુબઈમાં પણ કચ્છની ખારેકની નિકાસ કરવામાં આવે છે. ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં પણ વેચાણ માટે ખારેક મોકલવામાં આવે છે. પણ બાગ્લાદેશમાં 600 ટનથી વધુ જથ્થો નિકાસ કરવામાં આવતો હતો. પણ ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારાને લીધે નિકાસમાં અવરોધ સર્જાયો છે.
કચ્છ ખેતી અને બાગાયતી પાકોમાં પણ એક અલગ જાતની સોડમ ધરાવે છે. કચ્છ એટલે કે બાગાયતી પાકોનું હબ બાગાયતી પાકો પૈકી કચ્છી મેવો તરીકે ઓળખાતી અને GI ટેગ ધરાવતી કચ્છની લાલ પીળી ખારેક બજારમાં આવી ચૂકી છે. ચાલુ વર્ષે કચ્છમાં 20000 હેક્ટરમાં ખારેકનું અંદાજિત 1.65થી 1.70 લાખ ટન ઉત્પાદન થયું છે. પરંતુ આ વર્ષે પણ જ્યાં કચ્છી ખારેકની સૌથી વધુ નિકાસ થતી હતી. તેવા બાંગ્લાદેશમાં સરકારની ઇમ્પોર્ટ ડ્યુટીના વધારાના કારણે નિકાસ નહીં થાય. કચ્છી મેવો એટલે કે કચ્છની દેશી મીઠી ખારેક કે જે વિદેશોમાં પણ એક્સપોર્ટ થવા લાગી હતી અને ખેડૂતોને સારી આવક થતી હતી. જેના કારણે કચ્છના અનેક ખેડૂતો કચ્છી ખારેકની ખેતી તરફ વળ્યા હતા. પરંતુ હવે આ જ ખારેક કે જેનો 600 ટન જેટલો માલ બાંગ્લાદેશમાં જતો હતો. તે બાંગ્લાદેશ સરકારની ઇમ્પોર્ટ ડ્યુટીના નિયમોના કારણે બાંગ્લાદેશ એક્સપોર્ટ નહીં થઈ શકે. જેથી કરીને ખેડૂતોએ પોતાનો માલ દેશમાં જ વેંચવો પડશે. બાંગ્લાદેશ સિવાય પણ લંડન, દુબઈ તેમજ દેશના વિવિધ રાજ્યોમાં પણ નિકાસ થતી હોય છે.
બાંગ્લાદેશની સરકાર દ્વારા અગાઉ ખારેકના પ્રતિ કિલો 15 રૂપિયા ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. જે વધીને 75 જેટલી કરવામાં આવતા એટલે કે સીધી 5 ગણી ડ્યુટી વધારી નાખતા એક્સપોર્ટર વેપારીઓ પણ કચ્છી ખારેક એક્સપોર્ટ કરવાનું ટાળી રહ્યા છે.
સૂત્રોના કહેવા મુજબ કચ્છી ખારેકને જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI)ટેગ મળતા ખારેકના ઊંચા ભાવો કચ્છના ખેડૂતોને મળશે અને લોકોને પણ સારી ગુણવત્તાની ખારેક ખાવા મળશે પરંતુ હજી સુધી GI ટેગના ઉપયોગ સાથે ખારેક વેંચવા માટે જે ફી ભરવી પડે છે તે ભરવામાં નથી આવી અને અમુક પ્રોસેસ કરવાની બાકી છે અને ક્યાં ખેડૂતોએ આ ટેગ વાપરવું તેના માટે સરકાર પાસે પણ ફોર્મ રજૂ કરવા પડશે જે પ્રક્રિયા બાકી છે.
કચ્છની દેશી ખારેકને જાન્યુઆરી 2024માં GI Tag મળ્યું છે. કચ્છી ખારેકની વિશેષતા એ છે કે તે સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે. કચ્છી દેશી ખારેક કાર્બ્સ અને માઈક્રોન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે અને તેમાં ફાઈબર પણ પૂરતી માત્રામાં હોય છે. કચ્છી ખારેક ખાવાથી પેટની અનેક બીમારીઓથી પણ રાહત મળે છે. તો કચ્છની ખારેક લોકો ખાવા માટે કે લેવા માટે ખાસ અન્હી આવતા હોય છે.