કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ વધારે ફાયદાકારક છે. તેમાં આયર્ન, ફાઈબર, વિટામિન એ, વિટામિન-સી અને ઝિંક પુરતા પ્રમાણમાં મળી આવે છે. પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. તેનો સ્વાદ બધાને પસંદ નથી આવતો. કારણ કે તે કડવા હોય છે. પરંતુ અમુક ટિપ્સ અપનાવી તમે તેની કડવાસ ઓછી કરી શકો છો.
કારેલાની કડવાસ કેવી રીતે ઓછી કરશો?
ઉપાય 1
કારેલાની કડવાસ દૂર કરવા માટે તેને હલકા ઉકાળી દો અને થોડો સમય ઠંડા થવા માટે તેને મુકી દો. જ્યારે આ ઠંડા થઈ જાય તો તેને હાથથી બલકા દબાવો અને પછી તેમાંથી પાણી નીકાળી લો. હવે આ કારેલાનું ભરેલું શાક બનાવી શકાય છે.
ઉપાય 2
કારેલાને ધોયા બાદ તેને કાપીને એક પ્લેટમાં મુકી દો અને પછી તેમાં હળદર પાઉડર અને મીઠુ મીક્સ કરીને મુકી દો. તેને 2 કલાક માટે આમ જ મુકી રાખો. પછી તેનું પાણી નીચોવી લો. હવે તેનું સુકૂ શાક બનાવીને તૈયાર કરો.
ઉપાય 3
કારેલાની કડવાસને ઓછી કરવા માટે તેને મીઠાના પાણીમાં થોડા મિનિટ ઉકાળી લો. આમ કરવાથી પણ તેની કડવાસ દૂર થઈ જશે. તમે થોડા સમય માટે કારેલામાં મીઠુ લગાવીને પણ મુકી શકો છો. તેનાથી પણ કડવાસ દૂર થાય છે.