Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ – બે આતંકીઓ ઢેર

Social Share

 

શ્રીનગર- જમ્મુ કાશ્મીર દેશનો સંવેદનશીલ વિસ્તાર ગણાય છે જ્યા આતંકીઓની નજર સતત રહેતી હોય છે તેઓ અહીની શઆંતિ ભઁગ કરવાના સતત પ્ર.ત્નો કરતા રહેતા હોય છે જો કે સેના તેમને મૂહતોડ જવાબ આપવામાં પાછી હટતી નથી ,ત્યારે વિતેલી મોડી રાતે  દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની બાલા વિસ્તારમાં  ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેની ઓળખ કરવામાં આવી રહી છે.હાલ પમ સેનાના જવાન સર્ચ ઓપરેશનમાં જોતરાયા છે શોઘખોળ હજી પણ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા બુધવારે સવારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના મોસ્ટ વોન્ટેડ આતંકી ફિરોઝ અહમદ ડારને ઠાર માર્યો હતો. A પ્લસ  શ્રેણીનો આ આતંકવાદી 2017થી આ વિસ્તારમાં સક્રિય હતો અને ઘણી આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો.

માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક એકે રાઈફલ, 3 મેગેઝીન અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી છે. પોલીસે જણાવ્યું કે જિલ્લાના ઉજરામપાથરી ગામમાં આતંકવાદીઓ સંતાયા હોવાની બાતમીના આધારે  સુરક્ષા દળોએ મંગળવારે મોડી રાત્રે વિસ્તારને ઘેરી લીધા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કોર્ડન કડક થતાં, એક ઘરમાં છુપાયેલા આતંકવાદીએ ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ તેના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો.આ પહેલા સેનાએ  આતંકવાદીને ઘણી વખત આત્મસમર્પણ કરવાનું  કહ્યુંપરંતુ તેણે સૈનિકો પર સતત ગોળીબાર કરવાનું શરુ રાખ્યું  જો કે તેને સફળતા ન મળી.અનેસેનાની ગોળીના તે શિકાર બન્યો