નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીમાં સામેલ કરવામાં આવેલા રાફેલમાં ગેરરીતીનો મામલો ફરીથી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર પ્રકરણની પુનઃ તપાસની માંગણી કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર ફ્રાન્સના કેટલાક ન્યૂઝ પોર્ટલ પર દાસોલ્ટ એવિએશન દ્વારા રાફેલ કેસમાં અનેક દાવો કરવામાં આવી રહ્યો છે. જેથી સિનિયર વકીલ દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ફ્રાન્સની ન્યૂઝ વેબસાઈટ પર પ્રકાશિત થયેલા કેટલાક અહેવાલોના આધારે રાફેલ કેસની ફરીથી તપાસની માંગ કરવામાં આવી હતી. ન્યૂઝ પોર્ટલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ,ડસોલ્ટ એવિએશને રાફેલ ડીલમાં ભારતીય વચેટિયાને મોટી રકમ આપી હતી.