દિલ્હીઃ- કેબલ ઓરપેટરોને લઈને કેન્દ્રની સરકારે જોગવાઈમાં ફેરફારો કર્યા છે કેન્દ્રની સરકારે ગુરુવારે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમોમાં સુધારાની સૂચના આપી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ રેગ્યુલેશન એક્ટ, 1995ની કલમ 16 હેઠળ અપરાધિક જોગવાઈઓ દૂર કરવામાં આવી છે.
આ બબાતને લઈને માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ રેગ્યુલેશન એક્ટ 1995ની કલમ 16 હેઠળ અપરાધિક જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. આ કાયદાની કલમ 16 મુજબ, પ્રથમ વખત નિયમોના ઉલ્લંઘન માટે બે વર્ષની જેલની જોગવાઈ હતી, જે પછીના ગુના માટે પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે. પણ હવે એવું કરવામાં આવશે નહી આ સજા દૂર કરી દેવામાં આવી છે.
નિયમોમાં સુધારો ફોજદારી ન્યાય પ્રણાલીને સરળ બનાવશે. નિયમોના વારંવાર ઉલ્લંઘન માટે નોંધણીને સસ્પેન્શન અથવા રદ કરવાની જોગવાઈઓ પણ સામેલ કરવામાં આવી છે.