Site icon Revoi.in

ચક્રવાતા બિપરજોઈને લઈને નાણામંત્રી સીતારમણે બેંકો અને વિમા કંપનીઓ સાથે બેઠક યોજીને આપ્યા આ ખાસ નિર્દેશ

Social Share

દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યો પર ચક્રવાત બિપરજોયનું જોખમ મંડળાી રહ્યું છે ત્યારે આ સ્થિતિમાં જેશના દરેક મંત્રીઓ પોતાની જવાબદારી સારી રીતે સંભાળી રહ્યા છે ત્યારે દેશના નાણામંત્રી નિર્મલા સીતાકમણે બેંકો અને વિમા કંપનીઓ સાથે ખાસ બેઠક યોજી હતી. ‘બિપરજોય’ ચક્રવાતને પગલે તેમની તૈયારીઓની સમીક્ષા કરવા જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટરોની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.

વિગત પ્રમાણે આ બેઠક દરમિયાન મંત્તી સીતારમણે બેંકો અને વીમા કંપનીઓના MDs એ ચક્રવાત માટે સાવચેતીના પગલાં વિશે વિગતવાર અપડેટ પ્રદાન કર્યું. મીટિંગ દરમિયાન, મંત્રી સીતારમણે જણાવ્યું હતું કે તમામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ અને સ્ટાફને તેનાથી વાકેફ કરવા જોઈએ.

આ બેઠકમાં બેંકોની મુખ્ય પ્રાથમિકતા તરીકે દસ્તાવેજો અને સંવેદનશીલ માહિતીની સુરક્ષા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, બેંકો અને વીમા કંપનીઓના અધિકારીઓએ સીતારમણને ખાતરી આપી હતી કે કોઈપણ સંભવિત નુકસાનને અસરકારક રીતે ઘટાડવા અને બેંકિંગ સેવાઓને ઝડપી પુનઃસ્થાપિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

પ્રાપ્ત વિગત અનુસાર નાણા મંત્રાલય દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે નિર્મલા સીતારમણે કહ્યું કે બેંકો અને વીમા કંપનીઓએ ખાતરી કરવી જોઈએ કે ચક્રવાત બાયપરજોય દરમિયાન કર્મચારીઓને પૂરતી સંભાળ, ખોરાક અને દવા મળે. તેમણે કહ્યું કે જાનહાનિ, મત્સ્યઉદ્યોગ, પશુધન, પાક, બોટ અને સંપત્તિના નુકસાન અંગેના દાવાઓનો ઝડપથી નિકાલ થવો જોઈએ.

આ સાથે જ  નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે નિર્મલા સીતારમણે ભાર મૂક્યો હતો કે નાગરિકોને સુવિધા પૂરી પાડવા ચક્રવાત પછી બેંકિંગ સેવાઓ વહેલી તકે પુનઃસ્થાપિત કરવી જોઈએ. તેમણે ભાર મૂક્યો હતો કે બેંકિંગ સ્ટાફ ઉપલબ્ધ હોવો જોઈએ અને રોકડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જોઈએ, ખાસ કરીને એવા સ્થળોએ જ્યાં એટીએમ બરાબર કાર્યરત હોવા જાઈએ,