કોરોનાની ત્રીજી વેવને લઈને ICMR નિષ્ણાતે કહ્યું કે,માર્ચ પહેલા નહીં મળે રાહત
- કોરોનાની ત્રીજી વેવ
- ICMR નિષ્ણાતે કહ્યું
- માર્ચ પહેલા નહીં મળે રાહત
કોરોનાની ત્રીજી લહેરનો પ્રભાવ સૌથી વધુ મુંબઈ અને દિલ્હીમાં જોવા મળ્યો છે.દેશના પ્રમુખ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડોકટર સમીરન પાંડાએ જણાવ્યું હતું કે,કોરોનાને લઈને અત્યારે કઈ પણ કહેવું શક્ય નથી.દિલ્હી અને મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર ચરમસીમા પર પહોંચી ગઈ છે.
ડોકટર સમીરન પાંડા ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદમાં મહામારી વિજ્ઞાન વિભાગના પ્રમુખ છે.તેમનું કહેવું છે કે,હાલ બે અઠવાડિયા વધુ રાહ જોવાની જરૂર છે.કોરોના સંક્રમણ દિલ્હી અને મુંબઈમાં પીક પર છે.
ભારતમાં 11 માર્ચ બાદ કોરોનાના કેસ સ્થાનિય સ્તર પર પહોંચી શકે છે. ડોકટર સમીરન પાંડાનું કહેવું છે કે,ઓમિક્રોન વેરિયન્ટ 11 ડિસેમ્બરે શરૂ થયો હતો,જોકે,તે ત્રણ મહિના સુધી રહેશે.11 માર્ચ બાદ થોડી રાહત મળશે.