શિમલાઃ- હાલ દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ખાસ કરીને પહાડી રાજ્યોમાં લરસાદી આફત ફેલાઈ છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કરાણે ઘણુ નુકશાન થયું છે ત્યારે હવે પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના સીએમ સુખવિન્દ્રર સિંહ સુખ્ખુને મદદનું આશ્વાસન આપ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રીય ટીમના રિપોર્ટના આધારે હિમાચલ પ્રદેશને આર્થિક મદદ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે વરસાદ, પૂર અને વાદળ ફાટવાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં એક ટીમ મોકલી હતી.
તહવે પીએમ મોદીએ રાજ્યને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. શુક્રવારે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાન અંગે વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યમાં રસ્તાઓ અને પુલો, પાણી પુરવઠા અને સિંચાઈ યોજનાઓ, વીજ પુરવઠાની લાઈનો સહિત જાહેર અને ખાનગી મિલકતોને વ્યાપક નુકસાન થયું છે.
મુખ્યપ્રધાને રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણને કારણે આવેલા પૂરના કારણે લારજી પાવર પ્રોજેક્ટને થયેલા નુકસાન વિશે પણ વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. સુખુએ કહ્યું કે આ પ્રોજેક્ટને લગભગ 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નદીમાં કાટમાળ ફેંકવાના કારણે આ ઘટના બની છે. મુખ્યમંત્રીએ રાહત અને પુનર્વસનની કામગીરીને ઝડપી બનાવીને રાજ્યમાં સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારને વિનંતી પણ કરી હતી