1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જનસંખ્યા નિયંત્રણ કાયદાના મુદ્દે ચિંતક રાકેશ સિંહાનું અમદાવાદમાં વ્યાખ્યાન યોજાયું
જનસંખ્યા નિયંત્રણ કાયદાના મુદ્દે ચિંતક રાકેશ સિંહાનું અમદાવાદમાં વ્યાખ્યાન યોજાયું

જનસંખ્યા નિયંત્રણ કાયદાના મુદ્દે ચિંતક રાકેશ સિંહાનું અમદાવાદમાં વ્યાખ્યાન યોજાયું

0
Social Share
  • ભારતીય વિચાર મંચ અમદાવાદ દ્વારા આયોજન થયું
  • “શું ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની જરૂર છે?” વિષય ઉપર સેમિનારનુ આયોજન થયું
  • આ સેમિનારનું ભારતીય વિચાર મંચના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું

અમદાવાદ: ભારતીય વિચાર મંચ, અમદાવાદ શહેર  દ્વારા ગઈકાલે દિનેશ હોલ ખાતે સાંજે “શું ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની જરૂર છે?” વિષય ઉપર સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. રાકેશ સિન્હા (સાંસદ,રાજ્યસભા) ઉપસ્થિત રહી વિષય ઉપર એક ઉત્કૃષ્ટ વક્તવ્ય આપ્યું હતું.

તેમના વક્તવ્યના મુખ્ય મુદ્દામાં તેમણે જણાવેલ કે આ કાનૂન અંગેનું તેમને બિલ જૂન ૨૦૧૯ માં એક પ્રાઇવેટ મેમ્બર તરીકે રજૂ થવાનું હતું. આ અધિનિયમ અંગેની પ્રસ્તાવના રાખતા તેઓએ જણાવ્યું હતું કે ૧૯૪૦માં જવાહરલાલ નહેરુ દ્વારા પણ એક સબ કમિટીનું ગઠન વસ્તી નિયંત્રણના વિષયની ગંભીરતાને ધ્યાને લઈને કરવામાં આવેલ ત્યારબાદ ૧૯૪૪માં મિલ મેમોરિયલ ક્વાર્ટરલી દ્વારા એક સંશોધન આ જ વિષયના સંદર્ભમાં રજૂ કરવામાં આવેલ. ૧૯૪૬માં ઇન્ટરીમ ગવર્મેન્ટ દ્રારા હેલ્થ સર્વે તેમજ પોપ્યુલેશન કમિટી અંતર્ગત આ વિષયને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવેલ.આઝાદી મળ્યા બાદની તમામ પંચવર્ષીય યોજનામાં મળેલ અગ્રીમતાને ધ્યાને લઇ તેઓએ જણાવેલ કે આજ સુધી આ વિષય પર કુલ બે લાખ કરોડ જેટલી મોટી રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી છે.

તેમના ઉત્કૃષ્ટ વક્તવ્ય બાદ સભાગારમાં ઉપસ્થિત પ્રબુદ્ધજનો સાથે તેમનો વિચાર વિમર્શ થયો. વસ્તી નિયંત્રણ વિશે પૂછાયેલા તમામ પ્રશ્નોનો સમાધાન કરતા ઉત્તર તેમણે આપ્યા હતા.

આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ અને શહેરના  પ્રબુદ્ધજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ કોરોના માર્ગદર્શિકા અનુસાર યોજાયો હતો.

આ સમગ્ર કાર્યક્રમને અહીંયા નિહાળી શકો છો.

ફેસબૂક પર નિહાળો:  https://www.facebook.com/vicharmanch/

યુટ્યૂબ પર નિહાળો: https://www.youtube.com/watch?v=1m2l3t3Y8Fk

આ સેમિનારનું ભારતીય વિચાર મંચના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ભારતથી શ્રોતાઓ જોડાયા હતા અને સેમિનાર વિશે ઉત્તમ પ્રતિભાવો આપ્યા હતા. વંદેમાતરમ ના રાષ્ટ્રગાન સાથે આ સેમિનાર પૂર્ણ કરવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code