Site icon Revoi.in

ઉત્તરાયણની સાંજે જોવા મળશે અવકાશી અલભ્ય નજારો, અકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નિહાળી શકાશે

Social Share

અમદાવાદ: આવતીકાલે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણનું પર્વ છે ત્યારે આપણે પતંગ ચગાવાવની સાથોસાથ નરી આંખે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ જોઇ શકીશું. ઉત્તરાયણના પર્વ પર આપણને પૃથ્વીથી 408 કિ.મી.ની ઊંચાઇએ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને જોવાનો લહાવો મળશે. ઉત્તરાયણના રોજ જામનગર સહિત રાજ્યના નભોમંડળમાં આ અલભ્ય અવકાશી નજારો જોવા મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન 73.0 મીટરની લંબાઇ અને 109 મીટરની પહોળાઇ ધરાવતું આ યાન 7.66 કિ.મી. પ્રતિ સેકન્ડની ઝડપે દર 92.68 મિનિટે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યું છે. આ સ્પેસ સ્ટેશનમાં અત્યારે 7 અવકાશ યાત્રીઓ સવાર છે.

આ અંગે વાત કરતા જામનગર ખંગોળ મંડળના કિરીટ શાહે કહ્યું કે, 14 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યાને 30 મિનિટ અને 29 સેકન્ડ પછી આ યાન દેખાવાનો પ્રારંભ થશે. અને 7 વાગ્યાને 35 મિનિટને 52 સેકન્ડ સુધી દક્ષિણ પશ્વિમમાં અને ત્યારપછી દક્ષિણ પૂર્વમાં જોઇ શકાશે.

મહત્વનું છે કે, સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરમાં આ નજારો સૌથી વધુ સાંજના સમય મુજબ જોવા મળશે જેમાં રાજકોટ (Rajkot) માં 7 કલાક 35 મિનિટ અને 57 સેકન્ડ, અમદાવાદ (Ahmedabad) માં 7 કલાક 36 મિનિટ અને 52 સેકન્ડ, ધ્રોલમાં 7 કલાક 35 મિનિટ અને 36 સેકન્ડે આકાશમાં નરી આંખે જોઈ શકાશે.