- આજે ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી
- 6 મહાનગર પાલિકાઓ માટે મતદાન શરૂ થયું
- પહેલા કલાકમાં માત્ર 3 ટકા મતદાન નોંધાયું
અમદાવાદ: ગુજરાતમાં આજે લોકશાહીના મહાપર્વની ઉજવણી હતી. ગુજરાતમાં આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. મતદાન શરૂ થયા બાદ પ્રથમ કલાકમાં માત્ર 3 ટકા વોટિંગ થયું હતું. જો કે બાદમાં 1 વાગ્યા સુધીમાં મતદાનમાં વધારો જોવા મળ્યો હતો. જો કે કોરોનાને કારણે ધીમું મતદાન થઈ રહ્યું હતું. જેને કારણે રાજકીય પક્ષો મતદાન વધારવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું. 6 વાગતા જ મતદાનનો સમય પુરો થઈ ગયો છે અને મતદાન બુથ પર હાજર લોકોને જ મતદાન કરવા દેવાશે. રાજ્ય ચૂંટણીપંચની વેબસાઈટ મુજબ, બપોરના 6 વાગ્યા સુધીમાં 6 મનપામાં 41ટકા જ મતદાન થયું છે.
6 મનપામાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન 37 ટકા જ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ મતદાન જામનગરમાં 49 ટકા મતદાન નોંધાયું છે.
વાંચો ક્યાં કેટલું થયું મતદાન
વાંચો દિવસ દરમિયાન મતદાનની અપડેટ્સ
ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે 4.15 કલાકે મતદાનની સરેરાશ ટકાવારી 32.49 થયું છે. જેમાં જામનગરમાં 38.75, ભાવનગરમાં 33.26, રાજકોટમાં 30.58, વડોદરામાં 33.42, સુરતમાં 34.47, અમદાવાદમાં 30.49 ટકા મતદાન થયું છે.
2015માં થયેલા મતદાનના આંકડા
અમદાવાદ- 46.51 ટકા
વડોદરા- 48.71 ટકા
સુરત- 39.93 ટકા
રાજકોટ- 50.4 ટકા
ભાવનગર- 47.49 ટકા
જામનગર- 56.77 ટકા
સરેરાશ- 45.81 ટકા
હવે દિવસે અને રાત્રે ઠંડક અને બપોરના સમયે તાપ અનુભવાતો હોવાથી સવારથી જ મતદારોની મતદાન મથકની બહાર લાઈન જોવા મળી રહી છે. આજે મતદાન માટે મોટ માથાઓ પણ મતદાન મથક સુધી પહોંચશે જેમાં અમિત શાહ પણ દિલ્હીથી આવીને મતદાન કરશે.
મતદાન માટે કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં 144 વોર્ડનો સમાવેશ થાય છે. જ્યારે કુલ બેઠકો 575 થાય છે. રાજ્યમાં 6 મનપાની ચૂંટણીમાં કુલ 11,100થી વધુ મતદાન મથક ઉભા કરાયા છે. જેમાંથી 2300 જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે. જેમાં અતિ સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 1200 છે. આ મતદાન માટે કુલ 63,209 સ્ટાફ રોકાશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માહોલ કાબૂમાં રહે તે માટે 32,263 પોલીસકર્મીઓ મેદાનમાં ઉતારાયા છે.
પાછલી ચૂંટણી પર નજર કરીએ તો 49.18% ભાજપને, 41.34% કોંગ્રેસને અને 9.48% વોટ અપક્ષને મળ્યા હતા. જેમાં વડોદરામાં સૌથી વધુ ભાજપને 51.18% વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને સૌથી વધુ રાજકોટમાં 46.37% મત મળ્યા હતા.
(સંકેત)