અખિલ ભારતીય સાહિત્ય પરિષદ-એસએલયુ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘વસંતના વધામણા’ કાર્યક્રમ યોજાયો
- વસંત પંચમી નિમિત્તે ‘વસંતના વધામણાં’ કાર્યક્રમ યોજાયો
- અખિલ ભારતીય સાહિત્ય પરિષદના કર્ણાવતી મહાનગર એકમ તેમજ એસ.એલ.યુ. આર્ટર્સ એન્ડ એચ. એન્ડ.પી. ઠાકોર કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
- કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. દીપક ભટ્ટે ‘વસંત પંચમી અને આપણે’ વિષયે મનનીય પ્રવચન આપ્યું
અમદાવાદ: મંગળવારે વસંત પંચમી નિમિત્તે અખિલ ભારતીય સાહિત્ય પરિષદના કર્ણાવતી મહાનગર એકમ તેમજ એસ.એલ.યુ. આર્ટર્સ એન્ડ એચ. એન્ડ.પી. ઠાકોર કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘વસંતના વધામણાં’ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં અમૃતભાઈ પંડ્યા દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ અને પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કર્ણાવતી મહાનગર એકમના સંરક્ષક પરીક્ષિત જોશીએ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ સંસ્થાનો પરિચય આપ્યો હતો.
ત્યારબાદ કૉલેજ મંડળના નિયામકશ્રી સોમાભાઈ પટેલે એસએલયુ સંસ્થાનો પરિચય આપ્યો હતો અને કોમર્સના અધ્યક્ષશ્રી પ્રા.ભરતભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. દીપક ભટ્ટે ‘વસંત પંચમી અને આપણે’ વિષયે મનનીય પ્રવચન આપ્યું હતું. કવિગણ શ્રી જિજ્ઞા મહેતા, શ્રી શૈલેષ પંડ્યા ભીનાશ તથા શ્રી બાલકૃષ્ણ સોનેજી ‘બે-ગમ’ એ પોતાના મિજાજમાં વસંતવર્ણન કરતો કાવ્યપાઠ કર્યો હતો.
કૉલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થિની હેમલતા સોનારા અને ફ્લોરિકા પરમાર તથા કૉલેજના શારીરિક શિક્ષણ વિષયના પ્રાધ્યાપક ડૉ. મુકેશભાઈ બારૈયાએ પણ કાવ્યપાઠ કરીને કૉલેજનું પ્રતિનિધિત્વ દાખવ્યું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના ગુજરાતી વિષયના પ્રાધ્યાપિકા કવયિત્રી અને અ.ભા.સા.પરિષદના કર્ણવતી મહાનગર એકમના મહામંત્રીશ્રી વર્ષા પ્રજાપતિએ કર્યુ.
કાર્યક્રમમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના કર્ણાવતી મહાનગર એકમના અધ્યક્ષશ્રી આવાબહેન શુક્લ, મંત્રીશ્રી ખ્યાતિબહેન પુરોહિત, કારોબારી સદસ્યો સર્વશ્રી ઉમેશભાઈ જોશી, અમૃતભાઈ પંડ્યા, હેતલબહેન ગાંધી સાથે કોલેજના વિવિધ વિભાગોના અધ્યક્ષશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓનીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
(સંકેત)