- કોરોના કાળ દરમિયાન ધુમંતુ સમાજ માટેના સેવાકાર્યો પર ડોક્યુમેન્ટરીનું આયોજન
- ભારતીય ચિત્ર સાધના અને રાષ્ટ્રીય સેવા ભારતી સંસ્થા દ્વારા આયોજન
- નીચે આપેલા માધ્યમો પર લાઇવ નિહાળી શકાશે
અમદાવાદ: ભારતીય સમાજમાં સૌથી વધુ ઉપેક્ષિત અને સમાજથી વિપરિત હાંસિયામાં ધકેલાયેલો વર્ગ હોય તો તે ધુમંતુ જાતિ એટલે કે ધુમંતુ સમાજ છે. ધુમંતુ વિમુક્ત જાતિઓનો સમૂહ છે. ધુમંતુ સમાજનો એક વર્ગ નૃત્ય, સંગીત, વેશભૂષા દેવતાઓના આખ્યાન, જાદુગરી, સમાજનું મનોરંજન જેવા આદિ કાર્યોથી સંસ્કાર નિર્માણનું પણ કાર્ય કરતી હતી. આ સમાજ આજે પણ આત્મનિર્ભરતા અને સ્વાભિમાન માટે જાણીતી છે. જો કે કોરોના મહામારી દરમિયાન લાગેલા લોકડાઉનમાં આ પ્રજાતિ પણ પ્રભાવિત થઇ છે.
કોરોનાથી પ્રભાવિત ધુમંતુ સમાજ જ્યારે સંકટમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતની સંસ્થાઓ દ્વારા તેઓને સંકટમાંથી ઉગારવા માટે અનેક સેવાકાર્યોની પ્રવૃત્તિઓ અનેકવિધ રાજ્યોમાં હાથ ધરવામાં આવી હતી.
જો કે આ સેવાકાર્યો દરમિયાન પણ પણ સ્વાભિમાન અને પોતાના પર નિર્ભર રહેવામાં માનનારા અને કટિબદ્વ એવા ધુમંતુ સમાજે સેવાકાર્યો દરમિયાન પણ પોતાના સ્વાભિમાન અને અન્યોને મદદ કરવાની ભાવના દર્શાવી હતી અને પોતાને પણ ત્યાં જે રાશન હતું તે અન્ય જરૂરિયાતમંદોને આપવા માટે કહ્યું હતું.
કોરોના સંકટ દરમિયાન ધુમંતુ સમાજ માટેના સેવાકાર્યોને લઇને એક શોર્ટ ડોક્યુમેન્ટરીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય ચિત્ર સાધના અને રાષ્ટ્રીય સેવા ભારતી સંસ્થા દ્વારા સેવાકાર્યો પર આધારિત એક ડોક્યુમેન્ટરીનું આયોજન કરવામાં આવ્યું છે.
‘કોરોના સંકટ તેમજ સ્વાભિમાની ધુમંતુ સમાજ’ વિષય પર 11 ઑગસ્ટ એટલે કે સાંજે 7 વાગે ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવશે.
નીચે આપેલા માધ્યમોથી તમે શોર્ટ ડોક્યુમેન્ટરી નિહાળી શકશો.
https://www.youtube.com/c/RashtriyaSewaBharati
https://www.youtube.com/channel/UCizlsWayqUzxEH1hDk2zT-A