1. Home
  2. ગુજરાતી
  3. NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ વિશે વેબિનાર યોજાયો
NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ વિશે વેબિનાર યોજાયો

NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ વિશે વેબિનાર યોજાયો

0
Social Share
  • NIMCJ દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું
  • NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ પર વેબિનાર યોજાયો
  • વેબીનારમાં ભારતીય અભિનય જગતના અભિનેતા શિષિર શર્માએ મનોરંજન જગતના અનેક પાસાઓ અને પોતાના અનુભવો વિશે ચર્ચા કરી હતી

અમદાવાદ 26 જૂન: આજે જ્યારે સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની તરફ વળી રહ્યું છે, ત્યારે ભારતીય સિનેમા પશ્ચાત્ય સંસ્કૃતિ તરફ કંઈ રીતે વળી રહ્યું છે તેના વિશેનો સુંદર webinar નું વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન હેઠળ NIMCJ અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વેબીનારમાં ભારતીય અભિનય જગતના ખ્યાતનામ અભિનેતા શિષિર શર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 4 દાયકાઓથી પોતાના અભિનયની અનોખી છાપ ઊભી કરી છે.

તેઓએ પોતાની કારિર્દીની શરૂઆત 1974 થી થિએટરથી કરી હતી. ત્યારબાદ દૂરદર્શનની સીરિયલ સ્વાભિમાન સાથે તેમણે પોતાની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી તે સિવાય તેઓ ઝી ટીવી, કલર ટીવી, સ્ટાર પ્લસની પણ અનેક સીરિયલમાં ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે. આ સાથે ફિલ્મોમાં તેમણે 1996 ચક્રહ્વ્યું નામની ફિલ્મ તેમની પ્રથમ ફિલ્મ હતી. તેઓએ સત્યા, ફના, ઉરી, રાઝી, સરકાર રાજ, મેરી કોમ, તનું વેડ્સ મનુ જેવી અનેક યાદગાર ફિલ્મોમાં મહત્વના પાત્રો ભજવ્યાં છે. આ સાથે તેઓએ અનેક વેબ સિરીઝમાં પણ કામ કર્યુ છે.

કાર્યક્રમમાં NIMCJ સંસ્થાના ડાયરેક્ટર ડો. શિરીષ કાશીકર, ડો. શશિકાન્ત ભગત, પ્રાધ્યાપક કૌશલ ઉપાધ્યાય, અને આસિસસ્ટંટ ડાયરેક્ટર ઈલા ગોહેલ, સહકર્મચારીગણ તેમજ સ્નાતક, અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

શિષિર શર્માએ, તેમના બિઝનેસમેન બનવાના સપનાથી લઈને થિએટર, ટીવી અને ફિલ્મી કારકિર્દીની શરૂઆત કઇ રીતે કરી એ વિશે જણાવ્યું. તેમની પ્રથમ ધારાવાહિક સ્વાભિમાનના 525 એપિસોડ અને મનોજ બાજપાઈ, આશુતોષ રાણા સાથેના અનુભવ પણ યાદ કર્યા. તેઓની ઈચ્છા છે કે તેઓ એક અંધ પાત્ર ને ચશ્મા વગર ભજવે. આ સાથે સંઘર્ષનું મહત્વ શું છે ? એ વિશે પણ વાત કરી.આ સાથે અત્યારે મનોરંજન અને એમાં પણ વેબ સિરીઝમાં સેન્સરશિપ ના હોવાના લીધે જે પ્રકારના શબ્દો અને દૃશ્યો દેખાડવામાં આવે છે એ વિશે પોતાનો મંતવ્ય રજૂ કર્યો. તેઓ એ પણ કહે છે કે પોતાના બાળકો ફોનમાં શું જોવે છે એની જાણ માતા પિતા એ રાખવી જરૂરી બની ગઈ છે.

કોરોનાના લીધે અભિનય જગતમા લોકોના કામ કઇ રીતે બંધ થઈ ગયા, પોતાની યુટ્યુબ પરની ફિલ્મ ડોટ્સ અને તેનુ શૂટિંગ કઇ રીતે કર્યુ તે વિશે પણ અભિનેતાએ જણાવ્યું હતું. આ સાથે પુજા નામક છાત્રા સાથે રેપિડ ફાયર રાઉન્ડ પણ રમવામાં આવ્યો. સાથે બીજા અનેક છાત્રો અને પ્રાધ્યાપકના સવાલોના જવાબ અભિનેતાએ ખૂબ જ સરળ રીતે આપ્યા હતા.

આ કાર્યક્રમનું પ્રસારણ ઝુમ અને સંસ્થાના ફેસબુક પેજ પરથી લાઈવ કરવામાં આવ્યું હતું. અહીં દર્શાવેલ લીંક પરથી લાઈવ જોઈ શકો છો –

 https://fb.watch/6mJ5lg7iHA/

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code