- ભારતીય વિચાર મંચ દ્વારા વસતી નિયંત્રણ કાનૂન પર વ્યાખ્યાનનું આયોજન
- આગામી 23 ઑક્ટોબર, 2021ના રોજ સાંજે 6.30 કલાકે યોજાશે કાર્યક્રમ
- નવરંગપુરાના દિનેશ હોલમાં આ કાર્યક્રમ યોજાશે
અમદાવાદ: ભારતની સતત વધતી વસતિ એ એક ચિંતાનો વિષય કહી શકાય. હવે તો વસ્તી વિસ્ફોટ શબ્દ બિલકુલ જૂનો થઇ ગયો છે. ભારતની વધતી વસતી માટે હવે નવું કંઇક લાવવું જોઇએ. જેમ કે જનસંખ્યાનો પરમાણું હુમલો. જે રીતે ભારતની વસતી અત્યારે 134 કરોડને આંબી ગઇ છે તે જોતા એ સમય દૂર નથી જ્યારે સમગ્ર દેશ મુંબઇની જેમ ખચોખચ લોકોથી ચિક્કાર ભરાઇ જશે.
થોડાક સમય પહેલા પીએમ મોદીએ પણ વસતી વધારાને રાષ્ટ્રીય પડકાર ગણાવ્યો હતો ત્યારે દેશમાં સતત વધતી વસતીના પડકારને નાથવા માટે એક ચોક્કસ આયોજન સાથે સુવ્યવસ્થિત રૂપરેખા સાથે વસતી નિયંત્રણ કાનૂન લાવવામાં આવે તે આવશ્યક છે.
આ વચ્ચે ભારતીય વિચાર મંચ દ્વારા વસતી નિયંત્રણ કાનૂનને લઇને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય વિચારમંચ દ્વારા આગામી 23 ઑક્ટોબર, 2021ના રોજ વસતી નિયંત્રણ કાનૂન પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. નવરંગપુરાના દિનેશ હોલમાં 23 ઑક્ટોબરના રોજ સાંજે 6.30 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વ્યાખ્યાનનો મુખ્ય વિષય ‘શું ભારતમાં વસતી નિયંત્રણ કાનૂન આવશ્યક છે?’ તે રહેશે. વ્યાખ્યાનના મુખ્ય વક્તા તરીકે સંસદ સભ્ય, ચિંતક અને લેખક ડૉ રાકેશ સિન્હા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવું આવશ્યક રહેશે.
કાર્યક્રમમાં ભાગ લેવા માટે આ ફોર્મ ભરીને ઑનલાઇન સબમિટ કરવાનું રહેશે.