Site icon Revoi.in

ICAC આર્ટ ગેલેરી ખાતે અમદાવાદ હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન

Social Share

અમદાવાદ: દેશનુ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એટલે અમદાવાદ, વૈશ્વિક વિરાસતના આંગણે કળા વારસાનું સંવર્ધન કરવાનો અને શહેરનાં વારસાને પોતાની કલા દ્વારા કેનવાસ પર કંડારી, હેરિટેજ સિટીના સ્થાપત્યોને સન્માન આપવાનો તથા ઉજાગર કરવાનો પ્રયાસ ક્રિએટિવ હેન્ડ્સ ઓફ ઇન્ડિયા (USA) અને હોબી સેન્ટર (અમદાવાદ) દ્વારા કરવામાં આવ્યો છે.

સંસ્થા દ્વારા આગામી 19 થી 25, સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સ્થિત ICAC આર્ટ ગેલેરી, સેટેલાઇટ ખાતે અમદાવાદ હેરિટેજ પેઇન્ટિંગ એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ‘અમદાવાદ’ વિષય પર કલાકારોના ચિત્ર પ્રદર્શિત થશે. કોરોના મહામારી દરમિયાન જ્યારે અનેક ચિત્રકારોની હાલત કફોડી અને દયનીય બની હતી ત્યારે તેઓના જીવન નિર્વાહ માટે કળા જ સહારો છે. ચિત્રકારોના જીવનનિર્વાહ માટે આવક થાય તે ઉદ્દેશ્યથી ચિત્રકારના ચિત્રોનું વેચાણ કરવામાં આવશે. ચિત્રના વેચાણની જે રકમ આવશે તેને જે તે ચિત્રકારને જ આપવામાં આવશે તેવું સંસ્થાએ નક્કી કર્યું છે.

આગામી તારીખ 19 થી 25, સપ્ટેમ્બર દરમિયાન ICAC, સેટેલાઇટ ખાતે સવારે 11 વાગ્યાથી કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાશે. જેમાં અમદાવાદના કળારસિકો તેમજ જનતા ભાગ લઇ શકશે.