Site icon Revoi.in

અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિ અમદાવાદમાં યોજાશે

Social Share

અમદાવાદ: આ વર્ષે અમદાવાદમાં અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિ યોજાવા જઇ રહી છે. સમગ્ર ગુજરાતમાં હવે જ્યારે શાળાઓ ફરીથી શરૂ થઇ છે ત્યારે સરકારની કોવિડ માર્ગદર્શિકા અનુસાર જો પરિસ્થિતિ સાનુકૂળ રહેશે તો આ ઇવેન્ટનું ઑફલાઇન આયોજન કરવામાં આવશે. જો કોઇ સંજોગોમાં ઑફલાઇન આયોજન શક્ય નહીં થાય તો ઇવેન્ટની ઑનલાઇન આવૃત્તિ આગામી 24,25,26 ડિસેમ્બરના રોજ યુટ્યૂબના માધ્યમથી યોજવામાં આવશે.

ગત ઇવેન્ટની વાત કરવામાં આવે તો તેમાં વર્ષ 2019 અને વર્શષ 2020 દરમિયાન આ પ્લેટફોર્મને 25 દેશોમાંથી 300થી પણ ધારે ફિલ્મોની એન્ટ્રી મળી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 31 દેશોમાંથી લગભગ 102 એન્ટ્રી પ્રાપ્ત થઇ છે. આ ફેસ્ટિવલમાં ફિલ્મોની એન્ટ્રી સબમિટ કરવાની અંતિમ તારીખ 7 ડિસેમ્બર છે. આપને જણાવી દઇએ કે AICFF એક એવું પ્લેટફોર્મ છે જ્યાં વિશ્વભરના બાળકોને લગતું કન્ટેન્ટ એક સાથે જોવાનો લ્હાવો મળે છે.

જો કોઇ ફિલ્મમેકર્સ એન્ટ્રી સબમિટ કરવા ઇચ્છુક છે તો તેઓની ફિલ્મ ફિલ્મફ્રીવે, https://filmfreeway.com/aicff  વેબસાઇટ પર સબમિટ કરી શકે છે.

વર્ષની કૅટેગરીઝ:

ફીચર ફિલ્મ :                   (41 મિનીટ અથવા તેનાથી વધારે),

શોર્ટ ફિલ્મ  :                     (40  મિનીટ અથવા તેનાથી ઓછી),

ડોક્યુમેન્ટરી ફિલ્મ :         (5 થી 40 મિનીટ)

સ્ટુડન્ટ ફિલ્મ :                  (5 થી 40 મિનીટ)

એવોર્ડ્સ માટેની કૅટેગરીઝ:

બેસ્ટ ડિરેક્ટર ફીચર ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર શોર્ટ ફિલ્મ, બેસ્ટ શોર્ટ ફિલ્મ, બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મ, બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ ચાઈલ્ડ એકટર ફીચર ફિલ્મ, બેસ્ટ એકટર ફીચર ફિલ્મ , બેસ્ટ સ્ટોરી ફીચર ફિલ્મ , બ્રોન્ઝ કાઇટ એવોર્ડ, સિલ્વર કાઇટ એવોર્ડ, ગોલ્ડન કાઇટ એવૉર્ડ.

આ વર્ષના ફેસ્ટિવલના સલાહકાર ઉમા કુન્હા જણાવે છે કે, “ફિલ્મો જ એક માત્ર એવું માધ્યમ છે જે સૌથી સરળતાથી બાળકોના મગજ સુધી પહોંચે છે. તેઓ જે જોવે છે એવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે અને પોતાની રીતે તેને અનુસરે છે. જો ફિલ્મોને કમ્યુનિકેશનના માધ્યમ તરીકે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે તો તે દરેક વયજૂથના લોકો માટે એક કિંમતી શીખવાનું પ્લેટફોર્મ સાબિત થઇ શકે છે અને ખાસ કરીને યુવાવર્ગ માટે જેઓના મગજ ફ્રેશ અને નવી વસ્તુઓ શીખવા માટે હરહંમેશ ઉત્સુક અને ઉત્સાહી હોય છે.”

આ વર્ષે ફેસ્ટિવલના ડિરેક્ટર તરીકે મનીષ સૈની છે તેમજ જ્યૂરી મેમ્બર આરતી પટેલ તેમજ ગિરીશ મકવાણા રહેશે. મનીષ સૈની જે એક ફેસ્ટિવલ ડિરેક્ટર છે તેઓ ગુજરાતી ફિલ્મ ‘ઢ’ માટે નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. જ્યારે આરતી પટેલ એક એક અભિનેત્રી, લેખક, રેડિયો જૉકી તરીકે કાર્યરત છે. ગિરીશ મકવાણા ઓસ્ટ્રેલિયાના જાણીતા ફિલ્મ નિર્દેશક, લેખક, સંગીતકાર અને નિર્માતા છે. તેઓ તેમની પહેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ‘ધ કલર ઑફ ડાર્કનેસ’ માટે જાણીતા છે.

ફેસ્ટિવલના સ્થાપક અને ફિલ્મ પબ્લિસિસ્ટ ચેતન ચૌહાણે ફેસ્ટિવલ અંગેના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે, “અમારી મહેનત ચિલ્ડ્રન સિનેમા પાછળ હંમેશાથી વધુ રહી છે. AICFF એ એક માધ્યમ છે જેના દ્વારા અમે વિશ્વભરના બાળકોને ચિલ્ડ્રન સિનેમાથી વાકેફ કરવા માંગીએ છીએ. અને ખાસ કરીને જ્યારે ચિલ્ડ્રન સિનેમા પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને અમે ઇચ્છીએ છીએ કે વધુ લોકો બાળકોને લગતા કન્ટેન્ટ પર ધ્યાન આપે.”