Site icon Revoi.in

કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોની જવાબદારી માટે ડેટા એકત્ર કરવાની સેવાભારતી સંસ્થાની પહેલ, આપ પણ થાઓ સહભાગી

Social Share

અમદાવાદ: કોરોના ની વૈશ્વિક મહામારી માનવ સમાજ માટે મોટો પડકાર બની છે. આ મહામારી દરમ્યાન સમાજના કેટલાય કુટુંબ ક્ષત વિક્ષીત થયા છે. આ મહામારી ના કારણે ગુજરાત મા પણ અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, અનેક બાળકો એ માતા અથવા પિતાની કે માતા – પિતાની છત્રછાયા ગુમાવી છે. આ આપણા સમાજના બાળકો છે અને એમના ભવિષ્યની ચિંતા કરવાની આપણી નૈતિક અને સમાજિક જવાબદારી છે. આવા સદવિચાર સાથે સમાજમાંથી Real Data એકત્ર કરવા નો સેવાભારતી સંસ્થા, ગુજરાતનો આ નમ્ર પ્રયાસ છે.

જે માહિતી પ્રાપ્ત થાય તેના આધારે જે તે ભૌગોલીક વિસ્તાર ના સામાજિક, ધાર્મિક, સેવાભાવી સંસ્થાઓ, વ્યક્તિઓ ને સાથે રાખી આવા બાળકો તથા પરિવારના કલ્યાણ માટે કોઇ ચોકકસ કામ કરવાની યોજના બને તે હેતુ થી આના માટે આજે વેબસાઈટ ના માધ્યમ થી માહિતી એકત્ર કરવાનો પ્રયાસ છે.

આપ આપના પરિચિત ગ્રુપ, મિત્રો, સગા સ્નેહી, વ્યવસાયી સંપર્કમાં હોય તેમને મોકલાવી ને માહિતી એકત્ર કરવાના પ્રયાસમાં સહભાગી થવા માટે આપને વિનંતી છે.

તમે અહીંયા આપેલી લિંક પર ક્લિક કરીને માહિતી એકત્ર કરવામાં મદદરૂપ થઇ શકો છો.

આ લિંક પર ક્લિક કરો – સેવાભારતી સંસ્થા ગુજરાત