1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય વિચાર મંચ દ્વારા ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષ પર ઓનલાઇન વિચારગોષ્ઠિનું થયું આયોજન
ભારતીય વિચાર મંચ દ્વારા ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષ પર ઓનલાઇન વિચારગોષ્ઠિનું થયું આયોજન

ભારતીય વિચાર મંચ દ્વારા ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષ પર ઓનલાઇન વિચારગોષ્ઠિનું થયું આયોજન

0
Social Share
  • ભારતીય વિચાર મંચ, ગુજરાત દ્વારા ઇઝરાયેલ-ગાઝા વચ્ચેના સંઘર્ષ પર વિચારગોષ્ઠિનું થયું આયોજન
  • આ વિચારગોષ્ઠિમાં ભારતમાં ઈઝરાયેલના મુંબઈ ખાતેના કોન્સ્યુલ જનરલ યાકોવ ફિનકેલસ્ટેઇન જોડાયા હતા
  • તે ઉપરાંત ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સેસના પ્રવક્તા લિબી વેઈસ વક્તા રહ્યા હતા
  • આ વિચારગોષ્ઠિમાં પત્રકારો, કોલમિસ્ટ, મોટીવેશનલ સ્પીકર સહિતના અન્ય મહાનુભાવો જોડાયા

અમદાવાદ: ભારતીય વિચાર મંચ, ગુજરાત દ્વારા તારીખ 14 મે, 2021ના રોજ શુક્રવારે ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષ પર ‘Ongoing Clash Between Gaza and Israel – An Interactive talk from Isreal’s Perspective’ નામથી એક ઓનલાઈન વિચારગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતમાં ઈઝરાયેલના મુંબઈ ખાતેના કોન્સ્યુલ જનરલ યાકોવ ફિનકેલસ્ટેઇન અને ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સેસના પ્રવક્તા લિબી વેઈસ વક્તા તરીકે જોડાયા હતા. સંપૂર્ણ કાર્યક્રમને  શિરીષ કાશિકરે (ડિરેકટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદ) સફળતાપૂર્વક સંચાલિત કર્યો હતો.

લિબી વેઈસે ઇઝરાયેલ તેલ-અવિવથી બધાને ગાઝા-હમાસ દ્વારા 1000થી વધુ રોકેટ્સ દ્વારા ઇઝરાયેલ ના અનેક શહેરોમાં અને ગીચ વસ્તી વાળા વિસ્તારોમાં થયેલા હુમલાઓ વિશેની ચર્ચા કરી હતી. ત્યારબાદ કોન્સ્યુલ જનરલ યાકોવ ફિનકેલસ્ટેઇને કેટલાક વિડિઓ દ્વારા ઇઝરાયેલના ઉપર થયેલ હમાસના રોકેટ હુમલા અને ઇઝરાયેલના લોકોને કેવી રીતે બૉમ્બ શેલ્ટરમાં પોતાના જીવ બચાવીને આશ્રય લેવો પડ્યો અને ઈઝરાયેલી નાગરિકોના મૃત્યુ, ગાઝાના રોકેટ હુમલાથી ગાઝાના બાળકો અડફેટમાં આવીને મૃત્યુ પામ્યા તે વાત પેલેસ્ટાઈનના “ડિફેન્સ ફોર ચિલ્ડ્રન” નામના ટ્વિટર એકાઉન્ટમાં મુકેલી માહિતી પણ તેઓએ આપી હતી.

આ વિચારગોષ્ઠિમાં ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોના કુલ 80 જેટલા પ્રતિષ્ઠિત પત્રકાર, કોલમિસ્ટ, મોટીવેશનલ સ્પીકર અને અન્ય મહાનુભાવો જોડાયા હતા. બંને વકતાઓના વક્તવ્ય બાદ સહભાગીઓ સાથે સંવાદ પણ થયો હતો. પ્રજ્ઞા પ્રવાહના રાષ્ટ્રીય સંયોજક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય જે. નંદકુમાર, સૌરાષ્ટ્ર યુનિના કુલપતિ નીતિન પેથાણી અને સાંચી યુનિના કુલપતિ શ્રીમતી નીરજા ગુપ્તા તથા અન્ય વરિષ્ઠ પત્રકારો – કોલમિસ્ટ સહિતના પ્રબુદ્ધ નાગરિકો સહભાગી થયા હતા.

આ વિચારગોષ્ઠિ ભારતીય વિચાર મંચની યુ-ટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારિત થઈ હતી, જેમાં કુલ 1200થી વધુ શ્રોતાઓ જોડાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code