1. Home
  2. ગુજરાતી
  3. ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં બેંક ઑફ અમેરિકાનું સેન્ટર શરૂ
ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં બેંક ઑફ અમેરિકાનું સેન્ટર શરૂ

ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં બેંક ઑફ અમેરિકાનું સેન્ટર શરૂ

0
Social Share
  • ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાનું સેન્ટર શરૂ
  • આ સેન્ટરમાં ટૂંક સમયમાં 1500 લોકોને રોજગારી મળશે
  • ગિફ્ટી સિટીમાં સેઝ વિસ્તારમાં સેન્ટર સ્થિત છે

ગાંધીનગર: ભારતના પ્રથમ એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટમાં બેંક ઑફ અમેરિકાએ તેના ગ્લોબલ બિઝનેશ સર્વિસિઝ સેન્ટરને શરૂ કરી દીધું છે. પ્રારંભમાં 500 કર્મચારીઓથી શરૂ થયેલા આ સેન્ટરમાં ટૂંક સમયમાં 1500 લોકોને રોજગારી મળશે.

બેંક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીમાં સર્વિસ સેન્ટર શરૂ કર્યું છે. આ બેંક ભારતના પાંચ શહેરો – ગુરુગ્રામ, મુંબઇ, ચેન્નાઇ, હૈદરાબાદ અને ગિફ્ટ સિટીમાં કુલ 29000 લોકોને રોજગારી આપી રહ્યું છે. આ સેન્ટરના પ્રતિનિધિએ કહ્યું હતું કે ગિફ્ટ સિટીના આ સેન્ટરમાં ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર હવે ધ્યાન કેન્દ્રીત કરશે.

ગિફ્ટ સિટીમાં સ્થિત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિસ્તારમાં નવા બનેલા 24 માળના બિલ્ડીંગમાં બેંક ઓફ અમેરિકાનું સેન્ટર છે. આ બિલ્ડીંગ કેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ દ્વારા નિર્મિત છે.  બિલ્ડીંગમાં 6 માળ એટલે કે 11 થી 16 માળ બેંક ઓફ અમેરિકા માટે ફાળવવામાં આવ્યા છે. આ બિલ્ડીંગમાં બેંક ઓફ અમેરિકા માટે બીજા 3 માળ પણ અનામત રાખવામાં આવ્યા છે.

ગિફ્ટ સિટીના એક્ઝિક્યુટીવે કહ્યું હતું કે બેન્ક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીના એસઇઝેડ વિસ્તારમાં આવેલી એક મલ્ટીસ્ટોરિયેડ બિલ્ડીંગમાં છ માળની ઓફિસ શરૂ કરી છે પરંતુ બેન્કની સ્વતંત્ર બિલ્ડીંગની માગણી સ્વિકારી અલગ ઇમારત માટે તેને પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code