- આત્મનિર્ભર ભારત તરફ સરકારનું વધુ એક કદમ
- હવે ગુજરાતના ભાવનગરને કન્ટેનર સેન્ટર તરીકે વિકસાવાશે
- આ ક્ષેત્રમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ તેમજ 1 લાખ રોજગારી પેદા કરવાનું લક્ષ્યાંક
નવી દિલ્હી: ભારતને આત્મનિર્ભર બનાવવા તરફ કેન્દ્ર સરકાર સતત પ્રયાસરત છે ત્યારે ભારતમાં ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની નીતિના ભાગરૂપે સરકારે ગુજરાતના ભાવનગરને કન્ટેનર સેન્ટર તરીકે વિકસાવવા માટે તૈયારી શરૂ કરી છે.
કેન્દ્ર સરકારના મંત્રી મનસુષ માંડવિયાએ જણાવ્યું હતું કે, સરકારે આ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. માલ સામાનની હેરફેરમાં વપરાતા કન્ટેનરના ઉત્પાદનમાં આત્મનિર્ભર થવાનું પહેલું લક્ષ્યાંક છે. આ ક્ષેત્રમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ તેમજ 1 લાખ રોજગારી પેદા કરવાનું લક્ષ્યાંક પણ સરકારે નિર્ધારિત કર્યું છે.
તેમણે કહ્યુ હતુ કે, વૈશ્વિક સ્તરે કન્ટેનરોની અછતને જોતા આ નિર્ણય મહત્વનો છે. કન્ટેનરોની અછતના કારણે સપ્લાય પર અસર પડતી હોય છે.ભારતનો વ્યવસાય પણ તેનાથીપ્રભાવિત થઈ રહ્યો છે.ભારતને દર વર્ષે 3.5 લાખ કન્ટેનરની જરુર પડે છે.ભારતમાં તેનુ પ્રોડક્શન થતુ નથી.આ માટે બીજા દેશો અને ખાસ કરીને ચીન પર આધાર રાખવો પડે છે.
નોંધનીય છે કે, હવે સરકારે ભાવનગરને કન્ટેનર સેન્ટર તરીકે વિકસાવવાની યોજના બનાવી છે.આ માટે પાયલોટ પ્રોજેક્ટ પણ હાથ ધાયો છે.આ યોજના થકી 1000 કરોડનુ રોકાણ ખાનગી સેકટરમાં આવશે અને એક લાખ લોકોને સીધી કે આડકતરી રીતે નોકરી મળશે તેવી આશા છે.
(સંકેત)