Site icon Revoi.in

ગુજરાત બજેટ 2021: 1 માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે

Social Share

ગાંધીનગર: ફેબ્રુઆરી મહિનો જનતા માટે ખૂબજ મહત્વનો છે કારણ કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ રજૂ કરશે. તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા પણ બજેટની તૌયરીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઇને આખરી તૈયારીઓ ચાલી રહી છે. 1 માર્ચે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ઓછામાં ઓછા 24 દિવસ સુધી આ બજેટ સત્ર ચાલશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી 1 માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. આ બજેટ સત્ર 24 દિવસ સુધી ચાલી શકે છે. પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધિત કરશે. રાજ્યપાલના સંબોધન બાદ રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી તેમજ કેશુભાઇ પટેલને શ્રદ્વાંજલિ આપવામાં આવશે.

રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા કરવામાં આવશે. તો અંદાજ પત્રની સામાન્ય ચર્ચા માટે પાંચ દિવસનો સમય ફાળવવામાં આવશે. અંદાજપત્રની માગણીઓ પર 12 દિવસ ચર્ચા થવાની છે. વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકાર લવ જેહાદ સુધારા સહિતના વિધેયકો રજૂ કરશે.

નોંધનીય છે કે બજેટ સત્રમાં કેગનો ઓડિટ અહેવાલ પણ રજૂ કરવામાં આવશે.

(સંકેત)