Site icon Revoi.in

વડોદરા-વાપી વચ્ચે બુલેટ ટ્રેનને લઇને જાપાનની કંપની સાથે MoU પર હસ્તાક્ષર થયા

Social Share

નવી દિલ્હી: નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તેમજ જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની વચ્ચે MoU પર હસ્તાક્ષર થયા છે. વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના બૂલેટ ટ્રેન રૂટની ડિઝાઇન આ કંપની તૈયાર કરી આપશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના રૂટની રૂપરેખા તૈયાર કરવા માટે ભારતના નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશને જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની સાથે કરારો કર્યા છે.

જાપાનની કંપની તેમજ ભારતના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ થઇ હતી. એમાં ભારતના વિવિધ અધિકારીઓ ઉપરાંત જાપાન દૂતાવાસના અધિકારી અને જાપાનની રેલવે કંપનીના અધિકારઓ વચ્ચે બધા મુદ્દે ચર્ચા વિચારણા થઇ હતી.

આ MoU અંતર્ગત 237 કિલોમીટરના લાંબા રૂટની ડિઝાઇનથી લઇને વિવિધ બાબતોની ડિઝાઇન તેમજ ડ્રોઇંગ જાપાનની કંપની ભારતને આપશે.

એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ એમઓયુ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તેનાથી ભારત-જાપાન વચ્ચે હાઇસ્પીડ રેલવે બાબતે સહકાર અને સહયોગ વધારે મજબૂત બનશે. તે ઉપરાંત મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત આ એમઓયુ અગત્યના છે.

મહત્વનું છે કે, ભારત-જાપાન વચ્ચે વર્ષ 2017માં 1.08 લાખ કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત થઇ હતી. અમદાવાદ-મુંબઇ વચ્ચે 508 કિલોમીટર વચ્ચે આ બુલેટ ટ્રેન દોડાવવાનું સરકાર આયોજન કરી રહી છે.

(સંકેત)