Site icon Revoi.in

રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ બાદ સીએમ રૂપાણીનું નિવેદન, તંત્ર દરેક રીતે સજ્જ

Social Share

ગાંધીનગર: કોરોના વાયરસનું સંક્રમણ હવે નિયંત્રણમાં આવી રહ્યું છે ત્યારે હવે વેક્સીન ક્યારે આવશે તે અંગે રાહ જોવાઇ રહી છે. વેક્સીનેશન પૂર્વે ડ્રાય રનનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. આજે દાહોદ, વલસાડ, આણંદ જીલ્લામાં તેમજ ભાવનગર મહાનગર પાલિકામાં કોવિડ-19 વેક્સીન માટે ડ્રાય રન યોજાઇ રહ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના રસી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

વેક્સીન અંગે સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, દરેકને નિ:શુલ્ક વેક્સીન મળશે. ફાઇઝર કંપનીની રસી આજે યુરોપ અને અમેરિકામાં આપણે જો રૂપિયામાં ગણતરી કરીએ તો અંદાજે 3 હજાર રૂપિયાની થાય છે. તેવી આ રસી લોકોને મફતમાં મળશે. આ જાહેરાત આપણા માટે ખૂબ આનંદની વાત છે. ગુજરાતમાં પણ રસીકરણની કામગીરી ચાલી રહી છે. ડ્રાય રન એકવાર થઇ ચૂકી છે. આજે બીજીવાર પણ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર જેવી ઇશ્યુ કરશે તેમ ગુજરાતમાં બધાને તબક્કાવાર રસી પ્રાપ્ત થાય તે માટે ગુજરાત સરકારે તૈયારી કરી છે.

અમદાવાદમાં બ્રિટનનાં નવા કોરોના સ્ટ્રેનના પગપેસારા અંગે તેમણે જણાવ્યું હતું કે, બ્રિટનથી આવેલા બધા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા છે, એમાંથી કોરોના પોઝિટિવ લોકોને અલગ આઇસોલેટ કર્યા છે તેમની અલગ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જેથી આ સ્ટ્રેનની અસર બીજાને ન પડે. રાજ્ય સરકારના નિષ્ણાત લોકો આ સ્ટ્રેનની જાગૃતતા માટે સક્રિય છે.

નોંધનીય છે કે, ભારતમાં કોરોના વેક્સીન ને લઈને તમામ તૈયાર પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોના વેક્સીનની તૈયારીની સમીક્ષા કરવા માટે આજે દેશભરમાં કોરોનાનો ડ્રાય રન ચાલી રહ્યો છે. આ પ્રસંગે દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને (Dr. Harsh Vardhan) મોટી જાહેરાત કરી છે. તેમની જાહેરાત પ્રમાણે આખા દેશમાં કોરોનાની રસી મફતમાં આપવામાં આવશે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 116 જિલ્લામાં 259 જગ્યા પર કોવિડ-19 અંગે ડ્રાય રનનું આયોજન થયું છે.

(સંકેત)