- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ ( એન.આઈ.એમ.સી.જે.)નો નવમો પદવીદાન સમારોહ યોજાશે
- અમદાવાદ સ્થિત એ.એમ.એ.ના જે.બી. ઓડિટોરિયમ ખાતે આગામી રવિવારે એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ સમારોહનું આયોજન
- સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઇન્ડિયા ટુડેના સિનિયર એડિટર અનિલેશ મહાજન તેમજ વરમોરા ગ્રુપના ચેરમેન એમીરીટ્સ પ્રકાશ વરમોરા ઉપસ્થિત રહેશે
અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ ( એન.આઈ.એમ.સી.જે.)નો નવમો પદવીદાન સમારોહ જે.બી. ઓડિટોરિયમ ,એ.એમ.એ., અમદાવદ ખાતે 5 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે.
પી.જી.ડી.એમ.સી.જે.બેચ ૧૧ અને ૧૨ વિદ્યાર્થીઓને પદવી સમારોહના મુખ્ય મહેમાન ઇન્ડિયા ટુડેના સિનિયર એડિટર અનિલેશ મહાજન અને વરમોરા ગ્રુપના ચેરમેન એમીરીટ્સ પ્રકાશ વરમોરાના વરદ હસ્તે અપાશે. જેમાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, એડવર્ટાઇઝિંગ અને કોર્પોરેટ કોમ્યુનિકેશન જેવાં વિશિષ્ટ ક્ષેત્રે ૬ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવશે.
આ સમારોહનો સમયગાળો સવારના 10.30 થી બપોરના 12.00 સુધી રહેશે. કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન સાથે તથા સામાજીક અંતર રાખીને આ પદવીદાન સમારોહ મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈન, એન.આઈ.એમ.સી.જે.ના નિયામક ડૉ. શિરીષ કાશીકર, પ્રાધ્યાપકો,વિદ્યાર્થીઓ વાલીગણ ની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવશે.