- ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ
- અમદાવાદમાં પણ આજે 20 સ્થળો પર કોરોના વેક્સિનેશન કાર્યક્રમ યોજાશે
- આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને DYCM નીતિન પટેલ ઉપસ્થિત રહેશે
અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં પણ 20 જગ્યાએ સીએમ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી સરકારી તેમજ મ્યુનિસિપલ હોસ્પિટલો ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મળીને કુલ 20 જગ્યાએ રસીકરણ અભિયાનની શરૂઆત થશે. સૌથી પહેલા કોરોનાની રસી હેલ્થ તેમજ ફ્રન્ટલાઇન વર્કર્સને અપાશે.
જાણો ક્યાં વિસ્તારમાં રસી અપાશે અને કોણ ઉપસ્થિત રહેશે
નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અને પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તમામ ઝોનમાં એક્ટિવ કેસોની સંખ્યા 400થી નીચે આવી ગઇ છે. એટલે કે, જ્યાં 400થી ઉપર એક્ટિવ કેસ હતા તેવા પશ્વિમ, દક્ષિણ અને ઉત્તર પશ્વિમ તેમજ દક્ષિણ પશ્વિમ ઝોનમાં પણ એક્ટિવ કેસોનો આંકડો 300 થી 375ની નીચે આવી ગયો છે.
અન્ય ઝોનમાં પણ એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતાં શહેરમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યામાં 2100ની આસપાસ આવી ગઈ છે.
(સંકેત)