1. Home
  2. ગુજરાતી
  3. કોરોના ઇફેક્ટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો
કોરોના ઇફેક્ટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો

કોરોના ઇફેક્ટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો

0
Social Share
  • કોરોના સંક્રમણ બેકાબૂ બનતા લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે
  • આ જ કારણોસર અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં થયો ઘટાડો
  • અમદાવાદના ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોનો લોડ ફેક્ટર 50 ટકા કરતાં પણ ઓછો થયો

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ બન્યું છે અને વધતા કોરોના સંક્રમણની માઠી અસર પ્રવાસન ઉદ્યોગની સાથે ફ્લાઇટના મુસાફરો પર પણ પડી છે. છેલ્લા પાંચ દિવસથી અમદાવાદ શહેરમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જેમાં ડોમેસ્ટિક એરપોર્ટમાં અવર-જવર કરતાં મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.

કોરોનાની મહામારીને કારણે લોકો હવે સંક્રમણથી બચવા માટે બહાર જવાનું ટાળી રહ્યા છે. હાલના સમયમાં લોકો જો ખૂબ જ અગત્યનું કામ હોય તો જ બહાર જવાનું પસંદ કરે છે. આ જ કારણોસર હવે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં નજીવા મુસાફરો જઇ રહ્યાં છે. 80 ટકાએ પહોંચેલા પેસેન્જર લોડ ફેક્ટરનો ગ્રાફ પણ હવે સીધો 50 ટકા પર આવી ગયો છે.

ખાસ કરીને બપોરના સમયે તો ટર્મિનલ ખાલીખમ જોવા મળે છે. છેલ્લા પાંચ મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો થવાને પગલે લોકોમાં ડર ઓછો થયો હતો, ત્યારે ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યામાં ધીરે-ધીરે વધારો થયો હતો, પરંતુ કોરોના સંક્રમણની સ્થિતિને પગલે મુસાફરો ઘટ્યા છે.

એરપોર્ટ પર 50 ટકા મુસાફરોનો લોડ ઘટ્યો

નવેમ્બર બાદ અમદાવાદમાં પેસેન્જર લોડ ફેક્ટર 80થી 85 ટકા પહોંચી ગયો હતો. જેથી ઈન્ડિગો અને સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા અનેક નવા ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરાઇ હતી. પરંતુ કોરોનાના કેસમાં અચાનક વધારો નોંધાતા છેલ્લા પાંચ દિવસથી અમદાવાદના ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોનો લોડ ફેક્ટર 50 ટકા કરતાં પણ ઓછો થયો છે. ગુજરાતથી મહારાષ્ટ્ર-રાજસ્થાન જનારા મુસાફરો માટે ટેસ્ટ ફરજીયાત છે. જેના કારણે મહારાષ્ટ્ર જનારા મુસાફરોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code